- રાજકોટ આરોગ્ય વિભાગનું વિવિધ સ્થળો પર ચેકીંગ
- બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ઉપર વટેમાર્ગુનું સ્ક્રીનિંગ
- લોકો સોશિયલ ડિસ્ટન્સ-માસ્ક વગર બેફામ ફરી રહ્યા છે
- આવનારા દિવસોમાં કોરાનાનું સક્રમણ વધશે તો જવાબદાર કોણ
રાજકોટઃ દિવાળી Diwaliના તહેવારના બસ હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં રાજકોટ આરોગ્ય વિભાગ (Rajkot Health Department)દ્વારા જાહેર સ્થળો પર પ્રવાસી અને લોકોનું સ્ક્રીનિંગ(Screening people) તેમજ ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજથી બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ (Bus, railway, airport Checking)પર જ્યાં મુસાફરોની અવરજવર વધુ રહેતી હોય તેવા સ્થળોએ સ્ક્રીનિંગની કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પ્રવાસીઓએ વેક્સિન લીધી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે આ વટેમાર્ગુના નામ અને એડ્રેસની પણ નોંધણી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
પ્રવાસીનું કરાઈ રહ્યું છે સ્ક્રીનિંગ
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજ સવારથી જ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ઉપર પંથીનું સ્ક્રીનિંગ(Screening people) કરવામાં આવી રહ્યું છે. તેમજ જે પંથીને કોરોનાના લક્ષણો જણાઈ આવે તેમને ઘરે હોમ કોરાંટાઇન રહેવા અથવા તાત્કાલિક કોરોના હોસ્પિટલ ખસેડવા માટેની કાર્યવાહી કરાઈ રહી છે. ત્યારે દિવાળી દરમિયાન લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતા હોય છે. એવામાં દિવાળી બાદ કોરોના સંક્રમણ જે તે વિસ્તારમાં ફેલાય નહીં તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પ્રવાસીનું સ્કેનિંગ તેમજ ટેસ્ટિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
કોરોના વેક્સિનેશન થયું છે કે નહીં તેની પણ ચકાસણી
પથિકે કોરોનાની વેક્સિન ન લીધી હોય તો તેમને સ્થળ ઉપર જ વેક્સિન આપવામાં આવી રહી છે. જ્યારે અહીં વેક્સિન આ ઉપરાત આગામી દિવસોમાં તેમના ઘરે જઈને કોરોના વેક્સીન આપી શકાય તે માટે તેમના મોબાઈલ નંબર અને એડ્રેસની નોંધણી પણ અહીં કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ 100 ટકા લોકોએ લઈ લીધો છે અને બીજા ડોઝની કામગીરી પણ પુરજોશમાં શરૂ છે.
જાહેર જગ્યાઓ પર કોરોનાની ગ્રાઇડ લાઈનનું ઉલ્લંઘન
જ્યારે દિવાળીના તહેવારની રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવતા લોકો જાહેરમાં કોરોનાની ગ્રાઇડ લાઈનનો ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન ખાતે મોટાભાગના મુસાફરો માસ્ક વગરના જોવા મળ્યા હતા. જ્યારે સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં કોરોના સંક્રમણ વધે તો જવાબદાર કોણ તેવા અનેક ગંભીર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. એવામાં રાજ્ય સરકારે છૂટછાટ આપતા દિવાળીમાં લોકો પણ ભાન ભૂલ્યા હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા 6 દિવસના બાળકને તરછોડયું
આ પણ વાંચોઃ રાજકોટમાંથી ડુપ્લીકેટ મહિલા ડૉક્ટર ઝડપાઇ