ETV Bharat / state

New Omicron variant Rajkot : રાજકોટમાં વિદેશથી આવેલા 42 લોકોને ક્વોરંટાઇન કરવામાં આવ્યા - omicron virus cases in world

સમગ્ર વિશ્વમાં હજી કોરોના વાયરસથી (corona virus in gujarat) છુટકારો મળ્યા નથી ત્યાં નવા એમીક્રોન વાઈરસના ભણકારા વાગી રહ્યા છે. નવા ઓમિક્રોન વાયરસને(New Omicron virus) લઈને રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં પરદેશથી આવેલા 42 જેટલા પ્રવાસીઓને કોરાંટાઇન કરાયા છે. એમીક્રોન વાઈરસ પગલે આરોગ્ય વિભાગ(Rajkot Health Department) એલર્ટ થઈ ચુક્યું છે.

New Omicron virus: રાજકોટમાં વિદેશથી આવેલા 42 લોકોને કોરાંટાઇન કરવામાં આવ્યા

author img

By

Published : Nov 30, 2021, 1:54 PM IST

  • રાજકોટમાં પરદેશથી આવેલા 42 લોકોને કોરાંટાઇન કરાયા
  • નવા એમીક્રોન વાઇરસથી આરોગ્ય વિભાગ એલર્ટ થયું
  • વિદેશી પ્રવાસીઓને 10 દિવસ કોરાંટાઇન કરવામાં આવ્યા

રાજકોટઃ હાલ સમગ્ર વિશ્વમાં નવો વાઇરલ(new virus in world) હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ભારત દેશમાં આ નવા વાઈરસને પગલે આરોગ્ય વિભાગ(Rajkot Health Department) એલર્ટ થઈ ચુક્યું છે. તેમજ વિદેશ પ્રવાસમાંથી આવતા તમામ મુસાફરોનું સઘન ચેકિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે રંગીલા રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં 42 જેટલા મુસાફરો વિદેશ પ્રવાસથી(foreign tourists in india) આવ્યા છે. આ તમામ લોકોને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરાંટાઇન કરવામાં આવ્યા છે. અને તેમના ટેસ્ટિંગ(omicron test in rajkot) પણ કરવામાં આવ્યા છે. હજુ સુધી કઈ શંકાસ્પદ મુસાફર મળી આવ્યા નથી. પરંતુ તેઓ તમામ આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ છે.

42 વિદેશી પ્રવાસીઓને કોરાંટાઇન કરવામાં આવ્યા

રાજકોટ મહાનગરપાલિકાને(Rajkot Municipal Corporation) અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા એક યાદી મોકલવામાં આવી છે. જેમાં વિદેશમાંથી આવતા તમામ મુસાફરોના નામ અને સરનામાં છે. જેને લઈને આરોગ્ય વિભાગ પણ એલર્ટ(Rajkot Health Department Alert) થયું છે અને આ તમામ વિદેશી પ્રવાસીઓને કોરાંટાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજકોટ મનપા દ્વારા તમામ વિદેશી પ્રવાસીઓને 10 દિવસ કોરાંટાઇન રાખવામાં આવશે. ત્યારબાદ 7 દિવસ પછી ફરી રિપોર્ટ કરાશે અને ત્યારબાદ 14 દિવસ પછી પણ તેમના રિપોર્ટ કરવામાં આવશે. આમ ત્રણ વાર આ વિદેશી પ્રવાસીઓના રિપોર્ટ કરવામાં આવશે.

એરપોર્ટ - રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનમાં સઘન ટેસ્ટિંગ

નવા ઓમિક્રોન વાયરસના(New Omicron virus) પગલે રાજકોટ મનપા દ્વારા પણ સઘન ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ દિવાળી બાદ શહેરમાં દરરોજ 2 હજાર જેટલા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં પણ 840 જેટલા બેડ ઉપલબ્ધ છે. તો રાજકોટમાં સમરસ હોસ્ટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University Rajkot) અને કેન્સર હોસ્પિટલ ખાતે પણ બેડની વ્યવસ્થા કરવાની આરોગ્ય તંત્રની તૈયારીઓ છે. એમીક્રોન વાઇરસનો એક પણ કેસ હજુ સુધી રાજકોટમાં જોવા મળ્યો નથી. પરંતુ તંત્ર દ્વારા તૈયારી ધમધમાટ શરૂ કરાઇ છે.

આ પણ વાંચોઃ વિશ્વ સ્વાસ્થ સંગઠન દ્વારા 'ઓમીક્રોન'નું નામકરણ

આ પણ વાંચોઃ રાજકોટ મનપાનું ડેન્ગ્યુ જાગૃતિ અભિયાન, આ પગલાંઓ લેવાથી નહિં ફેલાય ડેન્ગ્યુ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.