આ બનાવમાં ચાર સંતાનોની માતા એવી સંગીતાની મુલાકાત થોડા મહિના પહેલા જ રીક્ષા ચાલક લાલજી ગોહિલ સાથે થઈ હતી. બંને વોરાકોટડા રોડ પરના આવાસ યોજના ક્વાર્ટરમાં સાથે રહેતા હતા. એ સમયે નરાધમ પાલક પિતા લાલજીની દાનત બગડતા તેમણે તેમની પુત્રીને પોતાની હવસનો વારંવાર શિકાર બનાવતા સગીરા ગર્ભવતી બની હતી. જેમને લઈને પાલક પિતા સામે લોકોમાં ફીટકારની લાગણી ફેલાઈ હતી. તો બીજી તરફ પોલીસે લાલજી સામે દુષ્કર્મનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
ગોંડલના વોરાકોટડા રોડ ઉપર આવેલ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા અને રિક્ષા ચલાવવાનું કામ કરતા લાલજી લીંબા ગોહિલે તેની સાથે રહેતા સંગીતાબેન ઉર્ફે સોનલબેન અર્જુન કુમાર વર્માની સગીર વયની પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક અવારનવાર દુષ્કર્મ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી. આ બનાવની જાણ તેની માતાને થતા સમગ્ર મામલો સીટી પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ 376 કલમ મુજબ ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.