આ નિમણૂંક અંગે બાંધકામ અને વોટરવર્કસ જેવા મહત્વના ખાતામાં નોંધનીય ફેરફાર કરાયા હતા. ભાજપ સદસ્ય પ્રવિણાબેન વઘાસીયાના પતિ જયસુખભાઈએ ચાલુ બેઠકમાં પોતાને ફાળવાયેલ ખાતુ નામંજૂર હોય પરત લેવાનું કહી વિરોધ કર્યો હતો.
ગોંડલ નગરપાલિકાના વિવિધ ખાતાઓના વરાયેલ ચેરમેનમાં કારોબારી અધ્યક્ષ તરીકે સિનિયર ગણાતા પૃથ્વીસિંહ જાડેજાની વરણી કરાઈ છે. જ્યારે મહત્વની ગણાતી બાંધકામ કમીટીમાં ચંદુભાઈ ડાભીને જગ્યાએ કૌશિકભાઈ પડાળીયાએ ચેરમેન પદનું સુકાન સંભાળ્યું છે, એ જ રીતે મહત્ત્વની ગણાતી વોટર વર્કસ કમિટિના યુવા સદસ્ય અનિલભાઈ માધડની ચેરમેન પદે વરણી કરાઈ છે, અન્ય કમિટીમાં વાહન વ્યવહાર મનિષાબેન સાવલિયા, વીજળી કમિટી રવિભાઈ કાલરીયા, સેનિટેશન કમિટી સવિતાબેન મકવાણા, સ્ટાફ સિલેક્શન વિજયાબેન વાવડીયા, માધ્યમિક શિક્ષણ મુક્તાબેન કોટડીયા, હેલ્થ કમિટી ગૌતમભાઈ સિંધવ, આવાસ યોજના ચેતનભાઇ ઠુંમર, વેજીટેબલ કમિટી રંજનબેન સરધારા, ટાઉન પ્લાનિંગમાં નિર્મળાબેન ધડુકની વરણી કરાઈ છે, સદસ્યા પ્રવિણાબેન વઘાસિયાને એન યુ એલ એમ કમિટી સોંપતા તેમના પતિ જયસુખભાઇ વઘાસિયાએ ચેરમેન પદ સ્વીકારવાનો વિરોધ કરી નારાજગી દર્શાવી હતી, આ અગાઉ પણ જયસુખભાઇ વઘાસિયાએ ચેરમેન પદની વરણી વેળા મવડી મંડળના નિર્ણય સામે નારાજગી દર્શાવી હતી.