રાજકોટ : ધોરાજી શહેરના ત્રણ દરવાજા પાસે દેશના રાષ્ટ્રપિતા ગાંધી બાપુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમામાં તાજેતરમાં જ ગાંધી બાપુના ચશ્મા કોઈએ ગાયબ કરી દીધા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ લોકોમાં સ્થાનિક તંત્રની બે જવાબદારીને કારણે દુઃખ અને રોષ જોવા મળ્યો છે. ધોરાજી શહેરના મુખ્ય માર્ગ પર અને જાહેર ચોકમાં દેશના રાષ્ટ્રપિતા તરીકે તેમને બિરુદ આપવામાં આવ્યું છે. તેવા મહાત્મા ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, પરંતુ આ પ્રતિમાની જાળવણી માટે સ્થાનિક તંત્ર સંપૂર્ણ બે જવાબદાર હોય તેનું ફરી એકવાર ઉત્તમ અને અભદ્ર ઉદાહરણ જોવા મળી રહ્યું છે.
શું છે સમગ્ર મામલો : મહાત્મા ગાંધીજીની પ્રતિમામા અગાઉ પણ અનેક વખત છેડછાડ કરી નાખવામાં આવી હતી. મહાત્મા ગાંધીજીના ચશ્મા ગાયબ કરી દેવાયા હતા, ત્યારે ભૂતકાળની અંદર બનેલી આ ઘટનાઓમાં સ્થાનિક પોલીસે કે સ્થાનિક તંત્રએ કોઈ કાર્યવાહી નહીં કરી અને કોઈપણ શિક્ષાત્મક કાર્યવાહી નહીં કરી હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકારની ઘટનામાં ભૂતકાળની અંદર પોલીસે દ્વારા અથવા તો નગરપાલિકા તંત્ર દ્વારા શિક્ષાત્મક કે દાખલા સ્વરૂપ સજા કે કાર્યવાહી કરી હોત તો આવારા તત્વોનું આતંક મહાત્મા ગાંધીની મૂર્તિ પ્રત્યે નાશ પામ્યો હોત.
ચશ્મા ગાયબ : ધોરાજી શહેરના સામાજિક આગેવાન રાજુ આજડાને જણાવ્યું હતું કે, ધોરાજી તેમજ આસપાસના પંથકની અંદર સામાજિક પ્રવૃત્તિઓમાં સહભાગી બનતા હોય છે, ત્યારે અચાનક ધોરાજી શહેરના ત્રણ દરવાજા પાસે તેઓ પસાર થઈ રહ્યા હતા. ત્યારે મહાત્મા ગાંધીજીની પ્રતિમાના ચશ્મા ગાયબ દેખાતા ખૂબ દુઃખની લાગણી અનુભવી હતી. આ પ્રકારનું કૃત્ય ભૂતકાળની અંદર ચૂક્યું હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Maharashtra Politcs : રાઉતે કહ્યું- 2024ની ચૂંટણી એકસાથે લડશે વિપક્ષ, રાહુલ ગાંધી મમતા અને ઉદ્ધવને મળશે
ચશ્મા સાથે છેડછાડ : ભારત દેશની અંદર સેનામાં સેવા આપનાર નિવૃત્ત આર્મી મેન ગંભીરસિંહ વાળાએ જણાવ્યું છે કે, શહેરના જાહેર ચોકની અંદર આ પ્રતિમા મૂકવામાં આવી છે. ત્યાં લોકોની કાયમી માટે જાહેર પહેલા જોવા મળે છે. અસામાજિક તત્વો દ્વારા અગાઉ ચશ્મા સાથે છેડછાડ કરવામાં આવી હતી, પરંતુ જવાબદાર તંત્ર અને જેમની ફરજ છે રક્ષા કરવાની તે પોતાની કામગીરીમાં નિષ્ફળ સાબિત થયું છે. આ નિષ્ફળતા પ્રથમ વખત નથી, પરંતુ અગાઉ પણ મહાત્મા ગાંધીજીના ચશ્મા સાથે છેડછાડ થઈ હોવાનું જણાવતા સ્થાનિક તંત્રએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ તેવું જણાવ્યું છે.
આ પણ વાંચો : Surat News : રાહુલ ગાંધી દ્વારા કરાયેલી સ્ટે ફોર કન્વીક્શન અરજીમાં પૂર્ણેશ મોદીએ કોર્ટમાં 30 પાનાનો જવાબ આપ્યો
કાર્યવાહી થશે કે કેમ : ઉલ્લેખનીય છે કે, ધોરાજીમાં રાષ્ટ્રપિતાની પ્રતિમાને આવારા તત્વો દ્વારા ફરી એક વખત છેડવામાં આવી છે. ત્યારે આ ઘટનામાં જવાબદાર તંત્ર અને પોલીસે દ્વારા કૃત્ય કરનાર વ્યક્તિ સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ તેવું જણાવ્યું છે. આ પ્રકારનું કૃતિ કરનાર આવારા તત્વો પર પકડ ગોઠવી તેમને પકડીને શિક્ષાત્મક કાર્યવાહી કરે છે કે કેમ તે જોવા શહેરની જનતા રાહ જોતા નજરે પડી રહ્યા છે.