ETV Bharat / state

Lalit Vasoya Letter: ઝડપાયેલા દારૂનો નાશ કરવાની જગ્યાએ તેમાંથી આવક મેળવો, પૂર્વ ધારાસભ્યે સરકારને લખ્યો પત્ર

રાજ્યમાં અવારનવાર દારૂ ઝડપાય છે. ત્યારે આ ઝડપાયેલા દારૂનો નાશ કરવાની જગ્યાએ તેનું ગુજરાતની બહાર અન્ય રાજ્યમાં જ્યાં દારૂબંધી નથી. ત્યાં વેચાણ કરવામાં આવે તે માટે રાજકોટના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો.

Lalit Vasoya Letter: ઝડપાયેલા દારૂનો નાશ કરવાની જગ્યાએ તેમાંથી આવક મેળવો, પૂર્વ ધારાસભ્યે સરકારને લખ્યો પત્ર
Lalit Vasoya Letter: ઝડપાયેલા દારૂનો નાશ કરવાની જગ્યાએ તેમાંથી આવક મેળવો, પૂર્વ ધારાસભ્યે સરકારને લખ્યો પત્ર
author img

By

Published : Feb 8, 2023, 7:56 PM IST

પોલીસ પરિવારને થશે ફાયદોઃ વસોયા

રાજકોટઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ વર્ષે કરોડો રૂપિયાનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાય છે. ત્યારે આ બિયરનો જથ્થો નાશ કરવામાં આવે છે. તેમના બદલે દારૂબંધી ન હોય તેવા રાજ્યની અંદર વહેંચીને તેમાંથી આવક મેળવવા માટેની રજૂઆત સાથે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો.

આ પણ વાંચો ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકમાં સમૂહ ચિંતનથી પ્રવાસન ક્ષેત્રને નવી દિશા મળશેઃ મુખ્યપ્રધાન

સરકારને આવક મળશેઃ ધોરાજી-ઉપલેટા વિધાનસભાના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. તેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો છે. ત્યારે આ દારૂનો નાશ કરવાની જગ્યાએ તેને ગુજરાત સિવાયના અન્ય રાજ્યો કે, જ્યાં દારૂબંધી નથી. ત્યાં તેનું વેચાણ કરવામાં આવે. તેમાંથી સરકારને આવક મળશે. તેમ જ પોલીસ પરિવાર અને દેશની રક્ષા માટે શહીદ થયેલા પરિવારને મદદરૂપ થવા ઉપયોગી બને આવો નિર્ણય કરે તેવી રજૂઆત સાથેનો લેખિત પત્ર લખ્યો છે.

પોલીસ પરિવારને થશે ફાયદોઃ કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે. તેમ છતાં પણ દર વર્ષે પોલીસ વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લેવામાં આવે છે. તે પોલીસની ખૂબ સરાહનીય કામગીરી છે. ત્યારે આ ઝડપાયેલા દારૂ અને બિયરના જથ્થાને નાશ કરવામાં આવે છે ત્યારે નાશ કરાયેલા દારૂથી કોઈ ફાયદો જણાતો નથી. એટલે સરકારે ગુજરાત સિવાયના જે રાજ્યની અંદર દારૂબંધી નથી તે રાજ્યની અંદર આ ઝડપાયેલ જથ્થો વહેંચી અને તેમાંથી આવક મેળવવી જોઈએ. તેમ જ આ આવકથી પોલીસ પરિવારના હિતમાં તેમ જ દેશની રક્ષા માટે શહીદ થયેલા ગુજરાતના શહીદોના પરિવારને મદદરૂપ થવા માટે ઉપયોગમાં લેવામાં આવે તેવી માંગ સાથેનો લેખિત પત્ર લખ્યો છે.

આ પણ વાંચો Jantari Hike : જંત્રીના ભાવ બાબતે સરકાર મક્કમ, બિલ્ડરે નવી જંત્રી પ્રમાણે દસ્તાવેજ કરવાના રહેશે

સરકાર નિર્ણય લેઃ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તેમના દ્વારા ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબના બાબતને લઈને સરકાર દ્વારા વર્ષ 2020-21ની અંદર 200 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો છે. જ્યારે 16 કરોડ રૂપિયાથી વધુનો બિયરનો જથ્થો ઝડપાયો છે, જે પોલીસ વિભાગના ધારાધોરણ મુજબ નાશ કરવામાં આવે છે. ત્યારે આ જથ્થાનો નાશ કરવાને બદલે તેમાંથી આવક મેળવી પોલીસ પરિવાર અને શહીદ થયેલાના પરિવારને મદદરૂપ થવા માટેનો નિર્ણય સરકાર લે તેવી રજૂઆત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.