ETV Bharat / state

World Sparrow Day: ચકલીના અસ્તિત્વને ટકાવી રાખવા ચકલીપ્રેમીનો પ્રયાસ, વિદ્યાર્થીઓ સાથે રેલી યોજી લોકોને કર્યા જાગૃત

રાજકોટમાં ચકલીઓને બચાવવા માટે વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી. સાથે જ હાથમાં વિવિધ પોસ્ટર લઈને લોકોને આ માટે જાગૃત કર્યા હતા. જોકે, આની પાછળ સમગ્ર મહેનત એક ચકલીપ્રેમીની હતી.

World Sparrow Day: ચકલીના અસ્તિત્વને ટકાવી રાખવા ચકલીપ્રેમીનો પ્રયાસ, વિદ્યાર્થીઓ સાથે રેલી યોજી લોકોને કર્યા જાગૃત
World Sparrow Day: ચકલીના અસ્તિત્વને ટકાવી રાખવા ચકલીપ્રેમીનો પ્રયાસ, વિદ્યાર્થીઓ સાથે રેલી યોજી લોકોને કર્યા જાગૃત
author img

By

Published : Mar 20, 2023, 8:17 PM IST

10 વર્ષથી ચાલી રહ્યું છે અભિયાન

રાજકોટઃ સમગ્ર વિશ્વમાં આજે ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જોકે, વર્તમાન સમયમાં ચકલીઓ લુપ્ત થવાના આરે પહોંચી ચૂકી છે. તેવામાં આશાના એક કિરણની જેમ આજે પણ કેટલીક સંસ્થાઓ ચકલી બચાવવા માટે અને ચકલી અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે. આવી જ રીતે ઉપલેટાના ભાયાવદરમાં ચકલી બચાવો અભિયાન ગૃપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચકલી દિવસ નિમિત્તે ઉજવણી કરીને વિદ્યાર્થીઓ સાથે મળી જાગૃતિ રેલી યોજી હતી.

આ પણ વાંચોઃ World Sparrow Day: લુપ્ત થતી ચકલીઓને બચાવવા ભુજની સંસ્થા આવી આગળ, અનેક ગામડાઓમાં રાખ્યા ચકલીઘર

વિદ્યાર્થીઓએ લોકોને કર્યા જાગૃતઃ ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામના નરેન્દ્ર ફળદુ લુપ્ત થઈ રહેલી ચકલીઓની પ્રજાતિઓને બચાવવા પ્રયાસો કરે છે. તેમ જ ચકલીઓને બચાવવાના તમામ કાર્યો અને સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. આજે (20 માર્ચ) એટલે કે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભાયાવદર ખાતે ઉજવણી કરી હતી. તેમાં વિદ્યાર્થીઓએ જાગૃતિ રેલી કાઢી અને ચકલીઓના માળા, ચણ માટેની વસ્તુઓ અને પાણીના માટેના પાત્રોનું વિતરણ કરાયું હતું.

વિદ્યાર્થીઓ સાથે જાગૃતિ રેલી
વિદ્યાર્થીઓ સાથે જાગૃતિ રેલી

10 વર્ષથી ચાલી રહ્યું છે અભિયાનઃ ચકલી બચાવો અભિયાન ચલાવતા નરેન્દ્ર ફળદુએ ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 10 વર્ષથી લુપ્ત થઈ રહેલી ચકલીની પ્રજાતિને બચાવવા અનેક સેવાકીય કાર્યો પ્રયત્ન અને ચકલી માટે માળા, ચણ માટેના પાત્રો અને પાણી માટેના કુંડાઓ સહિતના પાત્રોનું લાખોની સંખ્યામાં વિતરણ કરે છે.

વર્ષ દરમિયાન 2 લાખ માળાનું વિતરણઃ ચકલીપ્રેમી નરેન્દ્ર ફળદુએ જણાવ્યું હતું કે, ચકલીનું રક્ષણ કરવાથી પર્યાવરણનું રક્ષણ થાય છે. જ્યારે પણ ચકલી આપણા આંગણામાં આવે તો આપણું આંગણું પણ ચકલીના મીઠાં અવાજથી ગૂંજી ઊઠે છે અને મન સૌ કોઈનું મોહી લે છે. આ નાની ચકલીને બચાવવા અને તેમનું સરક્ષણ કરવા તેમના દ્વારા વર્ષ દરમિયાન અંદાજિત 2 લાખ જેટલા માળાઓનું વિતરણ કરવામાં આવે છે.

એકલવ્ય એકેડમી સ્કૂલના વિદ્યાર્થીઓએ લોકોને કર્યા જાગૃત

ચકલીપ્રેમીની અપીલઃ સાથે જ ચણ માટેની હજારો પાત્રો ઉપરાંત ચકલી તેમ જ અન્ય પક્ષીઓને પીવા માટેના પાણી માટે તેમના દ્વારા હજારોની સંખ્યામાં પાણીના પાત્રો એટલે કે મટકાઓ પણ વિતરણ કરી લોકોને સહકાર આપવા પણ અપીલ કરે છે.

આ પણ વાંચોઃ World Sparrow Day: ચકલી દિવસે જૂનાગઢને મળી નવી સંસ્થા, હવે પર્યાવરણ સહિત ચકલીઓ માટે થશે નવા કામ

ચકલીને બચાવવાના પ્રયાસ કરવા જોઈએઃ ભાયાવદર ચકલી બચાવો અભિયાનના નરેન્દ્ર ફળદુએ ચકલી દિવસની ઉજવણી નિમિતે ભાયાવદર શહેરમાં એકલવ્ય એકેડમી શાળાના વિદ્યાર્થીઓ સાથે મળી રેલી યોજી હતી. તે દરમિયાન વિદ્યાર્થીઓએ “ચકલી બચાવો, પર્યાવરણ બચાવો”ના નારા લગાવી લોકોને જાગૃત કરવાના પ્રયાસ કર્યા હતા. તો આ રેલી બાદ તમામ ઉપસ્થિત લોકોને ચકલીના માળા, કુંડા અને ચણ માટેની ડિશ આપવામાં આવી હતી. સાથે જ અપીલ પણ કરવામાં આવી હતી કે, લુપ્ત થતી ચકલીની જાતિને બચાવવાના પ્રયાસ કરવા જોઈએ. ને પર્યાવરણમાં સુધારો લાવવા લોકોએ મદદરૂપ થવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.