ETV Bharat / state

Rajkot News: રાજકોટમાં દિવાળી સમયે જ તસ્કરો બેફામ, હીરાના કારખાનામાં કરી ચોરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2023, 3:09 PM IST

રાજકોટમાં દિવાળી સમયે જ તસ્કરો બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે રાજકોટમાં હીરાના કારખાનામાં ચોરીનો બનાવ બન્યો છે. ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ બનાવ સ્થળે પહોંચી ગયા છે. પોલીસે આગળની કાર્યવાહી કરી રહી છે.

રાજકોટમાં દિવાળી સમયે જ તસ્કરો બેફામ, હીરાના કારખાનામાં કરી ચોરી

રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા એવા રાજકોટમાં દિવાળી પૂર્વે તસ્કરોને જાણે ખુલ્લો દોર મળ્યો હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે આવી જ ઘટના ફરી એક વખત સામે આવી છે. શહેરમાં મવડી વિસ્તારમાં આવેલ સીવી ઇમ્પેક્ષ નામના હીરાના કારખાનામાં તસ્કરો ત્રાટક્યા હતા. તેમજ અહીં રોકડ રૂપિયા તેમજ હીરાની ચોરી કરી હતી. જ્યારે ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ બનાવ સ્થળે પહોંચ્યા હતા. તેમજ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જો કે દિવાળી નજીક છે અને રાજકોટમાં ચોરીની ઘટના સામે આવ્યા બાદ ફરી એક વખત પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઇ થયા છે.

સીસીટીવીમાં બે શખ્સો મોઢે બાંધેલા દેખાયા: જ્યારે સમગ્ર મામલે કારખાનાના સંચાલક મુકેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કાલે બુધવાર હતો પરંતુ દિવાળીનો તહેવાર હોય ત્યારે અમે કાલે સવારે 6 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી કારખાનું ચાલુ રાખ્યું હતું અને રાતના 8 વાગ્યા સુધી અમે અહીંયા જ હતા. ત્યારબાદ 8 વાગ્યા પછી અમે તમામ લોકો ઘરે ગયા હતા અને સવારે ફરી કારખાનામાં આવતા કારખાનામાં રહેલી તિજોરી તૂટેલી હતી અને તમામ વસ્તુઓ અસ્તવ્યસ્ત જોવા મળી હતી. જ્યારે રોકડા 8 લાખ રૂપિયાની રકમ ચોરાઈ છે. તેમજ મોટા પ્રમાણમાં હીરાની પણ ચોરી કરવામાં આવી છે. જેના કારણે આ અંગેની જાણ અમે પોલીસને કરી હતી. સંચાલકે વધુ જણાવ્યું છે કે અહીંયા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં બે લોકો મોઢા પર બાંધીને કારખાનામાં આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે પરંતુ હવે આ અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

ગેસ કટરથી તિજોરીને તોડવામાં આવી: સમગ્ર ઘટના મામલે એસીપી ભાર્ગવ પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોલીસને આ અંગેની જાણ થાય છે તે પ્રમાણે કારખાના સંચાલક દ્વારા પોતાના નિત્યક્રમ મુજબ કારખાના ખાતે આવે છે. પરંતુ કારખાનાનું અડધું શટર ખુલ્લું જોવા મળ્યું હતું. જ્યારે કારખાનામાં રહેલી તિજોરી પણ ગેસ કટરથી તોડવામાં આવી હતી અને તેમાં રહેલા રૂ.8 લાખની ચોરી કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે દિવાળી દરમિયાન કારખાનામાં કામ કરતા શ્રમિકોને પગાર આપવાનો હોય તે માટે રૂ.8 લાખ કારખાના ખાતે ગઈકાલે જ રાખવામાં આવ્યા હતા. જેની ચોરી થઈ છે. આ સાથે જ હીરાની ચોરીની પણ વાત સામે આવી છે જે મામલે પોલીસ તપાસ કરી રહી છે. રાજકોટમાં દિવાળી પૂર્વ ચોરીની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે.

  1. Rajkot Crime news: રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક, 6 જેટલી કારના કાચ તોડ્યા, એક કારમાંથી તો રિવોલ્વર પણ ચોરાઈ
  2. Rajkot Crime : ઉપલેટામાં ભંગારનું કામ કરતા શખ્સ પાસેથી 12 ચોરીની બાઈક ઝડપાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.