આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું. જેમાં રાજકોટ જિલ્લાનું પરિણામ સૌથી વધુ નોંધાયું છે. રાજકોટ જિલ્લામાં અલગ અલગ સ્કૂલના કુલ 9,351 જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી. જેમાંથી કુલ 7,899 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થયા છે. જ્યારે 1,452 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં નાપાસ થયા છે.
રાજકોટ જિલ્લામાં જોઈએ તો ધોરાજી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ એટલે કે 87.95 જેટલું નોંધાયું છે. જ્યારે ગોંડલ કેંદ્રનું પરીણામ સૌથી ઓછું 81.98 જેટલું નોંધાયું છે. ત્યારે રંગીલા રાજકોટે સમગ્ર રાજ્યમાં ધોરણ 12ના વિજ્ઞાન પરીક્ષામાં પોતાનો ડંકો વગાડતા વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી હતી અને ઢોલ ડીજેના તાલે જુમ્મી ઉઠ્યા હતા.