ETV Bharat / state

Rajkot Crime: માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેને વરલી ફીચરના જુગારના શોખીન, પોલીસે પાડ્યા દરોડા - Police raids in MoTi Marad village

રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન વરલી ફીચરના જુગારનો અખાડો ચલાવતો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ એલસીબી પોલીસે જુગાર અડ્ડામાં દરોડા પાડતા યાર્ડના વાઇસ ચેરમેન ઝડપાયા હતા. પોલીસે હાલ મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Rajkot Crime: માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેનના જુગારના અખાડા પર પોલીસે પાડ્યા દરોડા

author img

By

Published : Apr 8, 2023, 8:47 PM IST

મોટી મારડ ગામના રાજનેતા ચાલતા જુગાર અખાડા પર પોલીસના દરોડા

રાજકોટ : ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં મોટી મારડ ગામના કિરીટ સાપરિયા વાઈસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે. પસંદગી પામેલા રાજનેતા જુગારનો અખાડો ચલાવતા હતા. જે અંગેની બાતમી મળતા રાજકોટ રૂરલ એલસીબી પોલીસે વરલી ફીચરનો જુગાર રમાડી રહેલાને ઝડપી લીધા છે. આ ઝડપાયેલા શખ્સ પાસેથી મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો : આ અંગે પાટણ વાવ પોલીસમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ અનુસાર રાજકોટ રૂરલ એલસીબીના પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજાએ દાખલ કરાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ધોરાજી તાલુકાના પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીને લગતી કામગીરી સબબ પોલીસ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પાટણવાવ બસ સ્ટેન્ડ પાસે આવતા તેમને ખાનગી રાહે બાતની મળી હતી કે, મોટી મારડ ગામના ગરબીચોકમાં પાસે એક શખ્સ જાહેરમાં આવતા જતા માણસો પાસેથી વરલી ફીચરના જુગારના આંકડા લખી પૈસાની લેતી દેતી કરીને જુગાર રમાડતો હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગેની બાતમીના આધારે દરોડા કરતા કિરીટ ઉર્ફે બાલક નરસિભાઈ સાપરિયા નામના 60 વર્ષીય શખ્સને ઝડપી લીધો હતો. આ ઝડપાયેલા શખ્સ પાસેથી રોકડ રકમ તેમજ ત્રણ મોબાઇલ મળી કુલ રૂપિયા 18930નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

વાઈસ ચેરમેન
વાઈસ ચેરમેન

આ પણ વાંચો : Rajkot Crime : પુત્રના નવાબી શોખમાં દેવુ થઈ જતા પિતા બન્યા ભોગ

યાર્ડના વાઇસ ચેરમેન : રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવેલા કિરીટ સાપરિયા વરલી ફીચરના આકડાનો જુગાર રમાડતા હોવાનું માલુમ પડતા રાજકીય ગરમા-ગરમી શરૂ થઈ છે. આ અંગેની વધુ મળતી વિગતો અનુસાર માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન જે જુગાર રમાડતા ઝડપાયા છે. તે અગાઉ પણ મોટીમારડ ગામના સરપંચ રહી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. આ વાઈસ ચેરમેન અગાઉ જુગાર રમવા અને રમાડવાની બાબતમાં પોલીસના ચોપડે નામ નોંધાયેલી હોવાની વિગતો સામે આવી છે. જોકે, હાલ પોલીસે રાજકીય ભલામણ લેવાની બદલે તટસ્થ કાર્યવાહી કરતા રાજકીય ખળભરાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad crime news: સાબરમતીમાં જુગાર રમવા બાબતનો વિરોધ કરનારને પથ્થરમારો કરી હત્યા કરનારા શખ્સો સામે ફરિયાદ

સ્થાનિક પોલીસ પર સવાલ : રાજકોટ એલસીબી પોલીસે મોટી મારડ ગામે જુગારનો અખાડામાં દરોડા કરતાં પંથકમાં સ્થાનિક પોલીસની એટલે કે પાટણવાવ પોલીસની કામગીરી પર શંકાની સોય ઉઠતી જોવા મળે છે. આ પંથકની અંદર થતી ચર્ચાઓ અનુસાર અહીં ચાલતા જુગારના અખાડા પર રાજકોટ રૂરલ એલસીબી દરોડા કરી જતી હોય તો શું સ્થાનિક પોલીસ આથી અજાણ હશે કે પછી સ્થાનિક પોલીસની રહેમ દિલી હેઠળ ચાલતું હતું. તેવી અનેક બાબતોને લઈને પણ આ પંથકની અંદર ભારે ચર્ચાએ જોર પકડયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.