ETV Bharat / state

Rajkot Crime News: મારપીટ અને છેડતીના 2 દિવસ બાદ આખરે ધોરાજી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી - જમનાવડ

રાજકોટના ધોરાજીમાં 2 દિવસ પૂર્વે રાત્રે મહિલાની છેડતી અને તેમના પરિવાર સાથે ગાળા-ગાળી તથા મારાપીટ કરવામાં આવી હતી. આ મામલે ધોરાજી તાલુકા પોલીસ ફરિયાદ ન નોંધતી હતી ત્યારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાતા 2 દિવસના અંતે મહિલાની ફરિયાદ નોંધવામાં આવી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ. Rajkot Dhoraji Beating Extortion Dhoraji Taluka Police Complain Registered After 2 Days

2 દિવસ બાદ આખરે ધોરાજી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 12, 2024, 9:23 PM IST

Updated : Jan 12, 2024, 10:57 PM IST

છેડતીના 2 દિવસ બાદ આખરે ધોરાજી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી

રાજકોટઃ ધોરાજી તાલુકાના જમનાવડ ગામે એક મહિલા સાથે છેડતી અને તેના પરિવારના સભ્યો સાથે 2 દિવસ અગાઉ મારપીટની ઘટના ઘટી હતી. જેમાં ધોરાજી પોલીસે ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા ફરિયાદી પર સમાધાનનું દબાણ કરાયાનો આક્ષેપ પણ લાગ્યો છે. પીડિત મહિલાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા 2 દિવસ બાદ ધોરાજી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી છે.

સમાધાન માટે પોલીસ દ્વારા દબાણ કરાયાનો આક્ષેપ

સમગ્ર ઘટનાક્રમઃ તારીખ 8 જાન્યુઆરીના રોજ મહિલા તેની બાળકી સહિત પરિવાર સાથે ગાડીમાં ઘરે પરત ફરતા હતા. રસ્તામાં એક યુવક પોતાના વ્હીકલની લાઈટ ડીમ ફૂલ ડીમ ફુલ કરીને આ પરિવારને પજવતો હતો. રાત્રે 10 કલાકની આસપાસ જમનાવડ ગામના બસ સ્ટેન્ડ પાસે આ યુવકે આ પરિવારને આંતરી લીધો. આ યુવકે ગાડીમાં હાજર મહિલાની છેડતી કરી અને ઝઘડવા લાગ્યો. ત્યારબાદ ગામના કેટલાક સ્થાનિક ઈસમો પણ આ પરિવારને હેરાન કરવામાં સામેલ થઈ ગયા. તેમણે ગાળાગાળી અને મારામારી કરી હતી. આ ઈસમોએ "અહીં અમારુ રાજ ચાલશે તમારાથી થાય તે કરી લો", તેવી ધાકધમકી આપીને દાદાગીરી પણ કરી હતી. આ ઘટનાની ડરેલી બાળકી બીમાર પણ પડી ગઈ છે.

ફરિયાદ નોંધવામાં વિલંબઃ આ સમગ્ર મામલે પીડિત મહિલાએ તાત્કાલિક 100 નંબર પર કોલ કર્યો. જો કે પોલીસ દોઢ કલાક બાદ ઘટના સ્થળે આવી હતી. પોલીસે સવારે પોલીસ સ્ટેશન આવી ફરિયાદ લખાવા જણાવ્યું હતું. બીજા દિવસે સવારે પડિત મહિલા ફરિયાદ લખાવવા ગઈ તો ધોરાજી તાલુકા પોલીસે ફરિયાદ લખવાની મનાઈ કરી અને આરોપીઓ સાથે સમાધાનનું દબાણ પણ કર્યુ. 2 દિવસ સુધી ફરિયાદ ન નોંધાતા પીડિતાએ કંટાળીને ડીવાયએસપી લેવલ સુધી રજૂઆતો કરી. ઉચ્ચ સ્તરીય દબાણ આવતા અંતે ધોરાજી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી. પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 323, 504, 506, 143, 147, 149, 354 (ક)(1) તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)આર, એસ, ડબલ્યુ, 3(2)5-એ, તથા GP ACT 135 મુજબની ફરિયાદ નોંધી છે.

પોલીસની કામગીરી પર સવાલઃ 2 દિવસ સુધી ફરિયાદ ન નોંધતા ધોરાજી તાલુકા પોલીસની કામગીરી પર સમગ્ર પંથકમાં સવાલ ઉઠી રહ્યા છે. તાજેતરમાં સુરતની પોલીસ પર સત્તાના દુરઉપયોગ મામલે સુપ્રીમ કોર્ટે કટક ટીકા કરીને નોટિસ પાઠવી હતી. આ ઘટનાઓને લીધે નાગરિકોમાં પોલીસની મનમાની અને લાપરવાહીની ચર્ચાઓ થઈ રહી છે.

બનાવની રાત્રે અમારા વાહનની પાછળ આવતા વાહને લાઈટ ડીમ ફુલ ડીમ ફુલ કરીને અમને પજવ્યા હતા. જમનાવડ ગામે પહોંચતા અમારા વાહનને આરોપીએ આંતરી લીધું હતું. આરોપીએ મને કોલરથી પકડીને દૂર હડસેલી હતી. મારા ભાઈઓને માર માર્યા હતા. આરોપીને સ્થાનિક દુકાનદાર અને અન્ય સ્થાનિકોએ પણ સાથ આપ્યો હતો. ધોરાજી તાલુકા પોલીસે મારી ફરિયાદ લેવાને બદલે મારા પર સમાધાન માટે દબાણ કર્યુ હતું. મેં ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કર્યા બાદ 2 દિવસે પોલીસે મારી ફરિયાદ નોંધી છે. જો મને ન્યાય નહિ મળે તો હું હિજરત કરીશ...પારુલ રાઠોડ(ફરિયાદી, જમનાવડ)

પોલીસ પર લગાડવામાં આવેલા આક્ષેપો તદ્દન ખોટા છે અને પોલીસે ફરિયાદ નોંધી લીધી છે. વધુ માહિતી માટે તમે ફરિયાદી મહિલાનો સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો...ધર્મેન્દ્ર રાખોલિયા(પીએસઆઈ, ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન)

  1. Chhotaudepur News: પિકઅપ વાનમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરનારા 5 બદમાશ ઝડપાયા, એક હજી પણ ફરાર
  2. Tapi Crime : વાલોડમાં બુહારી ગામનો લંપટ શિક્ષક, સહકર્મચારીની છેડતી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

Last Updated : Jan 12, 2024, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.