રાજકોટ : રાજકોટના જેતપુરમાં પોલીસ ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે. મૃતક મહિલા કોન્સ્ટેબલ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા હતાં. ત્યારે મહિલા પોલીસના આપઘાતને કારણે અનેક શંકાકુશંકા જોવા મળી છે.
બે વર્ષથી ફરજ બજાવતાં હતાં : જેતપુર પોલીસ ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. આપઘાતમાં મૃતક મહિલા પોલીસ દયાબેન શંભુભાઈ સરિયા મૂળ જસદણના શિવરાજપુરના વતની હોવાનું અને જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે. દયાબેને પોલીસ લાઈનમાં આવેલ ક્વાર્ટરના પોતાના રૂમમાં આપઘાત કરી લીધો હતો. જે બાદ પ્રોબેશનરી આઇપીએસ કેશવાલા અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાતના મામલાને લઈને હજુ સુધી કોઈ કારણ સામે નથી આવ્યું. પોલીસે હાલ અગમ્ય કારણોસર આપઘાતના બાબતને લઈને તપાસ શરૂ કરી છે અને આ મામલે તપાસ ચાલી રહી છે...રસીલાબેન (પીએસઓ, જેતપુર પોલીસ સિટી પોલીસ સ્ટેશન)
પોલીસ ક્વાર્ટરમાં આપઘાત : આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ દયાબેન શંભુભાઈ સરિયા નામની 25 વર્ષની મહિલાએ પોતાના જ પોલીસ ક્વાર્ટરમાં આપઘાત કર્યો હોવાની એક ઘટના સવારે સામે આવી છે. સવારના દરવાજો ખખડાવવા છતાં દરવાજો નહીં ખોલતા દરવાજો તોડી અંદર જોતા મહિલા કોન્સ્ટેબલ દયાબેન અચેતન હાલતમાં જોવા મળ્યાં હતાં.
મૃતક અપરણિત હતાં : મહિલા કોન્સ્ટેબલ દયાબેનને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ તબીબી તપાસ બાદ મહિલા કોન્સ્ટેબલ દયાબેનને મૃત જાહેર કર્યા છે. આપઘાત કરનાર મહિલા કોસટેબલ મૂળ જસદણના શિવરાજપુરના વાતની હોવાનું અને હાલ જેતપુર સિટી પોલીસમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા હતા અને મૃતક પોતે અપરણિત હતાં.
પોલીસ બેડામાં શોકનો માહોલ : મહિલા પોલીસકર્મીના આપઘાતને લઇને એકતકર જેતપુર પોલીસ સ્ટાફમાં શોક છવાયો હતો તો બીજતરફ આ મામલામાં પોલીસે તપાસ શરૂ કરી આપઘાતનું કારણ જાણવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આપઘાતના બનાવને લઈને પોલીસ બેડામાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે મૃતક દયાબેનના પરિવાર પર તહેવારના સમયમાં આભ ફાટી પડ્યું હોય તેમ કલ્પાંત છવાઇ ગયું છે.