ETV Bharat / state

Rajkot Crime : ખનીજ ચોરી પર ઉપલેટા મામલતદારે ઘોંસ બોલાવી 30 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કર્યો - ખનીજ ચોરી અટકાવવા દરોડો

રાજકોટના ઉપલેટા મામલતદારે ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામે ખનીજ ચોરી અટકાવવા દરોડો પાડ્યો હતો. હરિયાસણમાં ગેરકાયદે ખનીજ ચોરી ચાલતી હોવાની માહિતી મળતા દરોડો પાડી 30 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કરી પોલીસ હવાલે કર્યો હતો.

Rajkot Crime : ખનીજ ચોરી પર ઉપલેટા મામલતદારે ઘોંસ બોલાવી 30 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કર્યો

author img

By

Published : Jul 20, 2023, 4:11 PM IST

Updated : Jul 20, 2023, 7:48 PM IST

રાજકોટ : ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામે નદી કાંઠે ખનીજની ચોરી થતી હોવાની બાબત સામે આવતા ઉપલેટા મામલતદાર તેમજ મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા ખનીજ ચોરી પર ઘોંસ બોલાવી અને ચાર ટ્રેક્ટર તેમજ એક જેસીબી સહિત 30,40,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં આ કબજે કરેલા મુદ્દામાલ સીઝ કરી મામલતદાર દ્વારા ભાયાવદર પોલીસ હવાલે કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમોને અહિયાં છેલ્લા ઘણા દિવસથી ગેરકાયદેસર ખનીજ ચોરીની કામગીરી થતી હોય તેવી માહિતીઓ મળી હતી. જે બાબતે અમો તથા અમારી ટીમે આ જગ્યા પર રેડ કરતાં ચાર ટ્રેક્ટર ટ્રૉલી સાથે અને એક જેસીબી મળી આવ્યું હતું. જે બાદ તમામ ઝડપાયેલ વાહનોની સામે ધોરણસરની કાર્યવાહી કરીને મુદામાલને સીઝ કરવામાં આવ્યો અને સીઝ કરેલ તમામ વાહનોને ભાયાવાદર પોલીસ હવાલે કરવામાં આવ્યાં છે....મહેશ ધનવાણી (ઉપલેટા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ)

શંકાસ્પદ વાહનો જોવા મળ્યાં આ રેઇડમાં એક વસ્તુ શંકા સાથે જોવા મળી છે જેમાં આ ઝડપાયેલ ટ્રેક્ટર અને જેસીબીમાં નંબર પ્લેટ નહીં હોવાનું સામે આવતા આ વિસ્તારના વાહન ચેકિંગ કરતાં પોલીસ પર શંકાની સીધી સોય તકાઇ રહી છે. આ ઉપરાંત અહિયાં ચાલતી ગેરકાયદે ખનીજ ચોરીની બાબતમાં મામલતદાર આવીને વાહનો ઝડપી લેતા હોય તો સ્થાનિક તંત્ર ઊંઘમાં હોય તે પણ સાબિત થયું છે. ઉપરાંત નંબર પ્લેટ વગરના વાહનો ફરતા હોય ત્યારે પોલીસની વાહન ચેકિંગની પણ કામગીરી કેટલી કડક અને આકરી હોય તે પણ અહી દેખાય છે.

મામલતદારની રેઇડ કાર્યવાહી
મામલતદારની રેઇડ કાર્યવાહી

ફરિયાદીઓ જોખમમાં આવી જાય છે ઉપલેટા તાલુકા વિસ્તારમાં આવતી મોજ, વેણું તેમજ ભાદર નદીના પટમાં બેરોકટોક ખનીજ ચોરી થતી હોવાની અનેક ફરિયાદો તેમજ રજૂઆતો કરવામાં આવતી હોય છે. પરંતુ આ બધી કામગીરીઓ બાદ ફરિયાદ કરનાર ઉપર જ હુમલો થતો હોય તેવી પણ ઘટનાઓ સામે આવી ચૂકી છે. ઉપલેટા મામલતદારે રેઇડ કરતા હાલ તો આ વિસ્તારમાં ખનીજ ચોરી થોડા દિવસ મામલો ઠંડો થાય ત્યાં સુધી શાંત રહેશે અને ફરી વખત આ બધું ચાલ્યા કરશે તેવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

ભીનું સંકેલવા પ્રયાસ : ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર બેફામ ઓવરલોડ અને રોયલ્ટી વગરના ટ્રકો ફરી રહ્યા છે ત્યારે આ ટ્રકો અને બેરોકટોક થતી ખનીજ ચોરી ઉપર સ્થાનિક પોલીસ અને આરટીઓ શું કરી રહી છે તેને લઈને પણ લોકો સવાલો કરી રહ્યા છે. જે રીતે રાજકોટમાં ડમ્પર અકસ્માતની ઘટના બાદ પોલીસે બે પાંચને પકડી અને ડમ્પરોને સીઝ કરી દીધા હતાં તેમ અહીંયા પણ આ પ્રકારનો મામલો સામે આવતો હોય ત્યારે બે પાંચને પકડી કાર્યવાહી બતાવી બંધ બારણે કંઈક અજુગતું ચાલતું હોય તેવી પણ આ વિસ્તારમાં ભારે ચર્ચા થઈ રહી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસની માગણી અહીંયા આર.ટી.ઓ. અને ઉપલેટા તાલુકાને લાગુ પડતી પોલીસ ઊંઘતી હોય અથવા તો ખનીજ ચોરીમાં ખુલ્લી રજામંદી હોય તેવી પણ લોક મુખે ચર્ચા થઈ રહી છે. જો કે અહીંયા ગાંધીનગરની અથવા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ આવી અને અધિકારીઓની પોલ છતી કરી જાય તો કોઈ નવાઈની વાત નથી તેવું પણ લોકો જણાવી રહ્યાં હતાં.

  1. Gujarat ATS Operation : ગેરકાયદે ખનીજ ચોરી કરતાં 6 આરોપી હથિયારોના જથ્થા ઝડપાયાં, ગુજરાત એટીએસની કાર્યવાહી
  2. Mineral theft in Rajkot: ઉપલેટા મામલતદારે વાહન ચેકિંગ દરમિયાન ખનીજ ચોરી કરતી બે ટ્રકો ઝડપી
  3. ખંભાળિયામાં ગેરકાયદેસર ખનીજ ચોરી પર જનતા રેડ, 4 ટ્રક પકડાયાં

Last Updated : Jul 20, 2023, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.