ETV Bharat / state

Rajkot Crime: ભૂમાફિયા નિખિલ દોંગાને ભુજથી સાબરમતી જેલમાં ખસેડવા કોર્ટનો આદેશ

કુખ્યાત ભૂમાફિયા નિખિલ દોંગા ગુજસીટોકના ગુનામાં ભુજ જિલ્લા જેલમાં સજા કાપી રહ્યો છે. પણ આ જેલમાં એમની ઇચ્છા અનુસાર કેટલીક સુવિધાઓ મળવાના મામલે પોલીસે કરેલી ફરિયાદ પર ધ્યાન આપીને કોર્ટે આરોપીને અમદાવાદની સાબરમતી જેલમાં ખસેડવા માટેનો આદેશ કર્યો છે. નિખિલ દોંગા તથા એમના 14 સાગરીત વિરૂધ્ધ ગુજસીટોક નો ગુનો નોંધાયો હતો. આ તમામને રાજ્યની જુદી જુદી જેલમાં બંધ કરાયા છે. ગેંગ લીડર નીખીલ દોંગાને મળવા પાત્ર કેટલીક સુવિધા સામે પોલીસે વાંધો ઉઠાવ્યો હતો.

Rajkot Crime: ભૂમાફિયા નિખિલ દોંગાને ભુજથી સાબરમતી જેલમાં ખસેડવા કોર્ટનો આદેશ
Rajkot Crime: ભૂમાફિયા નિખિલ દોંગાને ભુજથી સાબરમતી જેલમાં ખસેડવા કોર્ટનો આદેશ
author img

By

Published : May 3, 2023, 3:15 PM IST

રાજકોટ:આરોપીઓને જેલમાં મળતી ચોક્કસ પ્રકારની સુવિધાઓને લઇને ઘણી વખત પ્રશ્નો ઉઠ્યા છે. આ સુવિધાઓ પરથી સવાલ એ થાય કે, ખરેખર જેલ છે કે મહેલ? ક્રાઇમની દુનિયામાં ગેંગેસ્ટર અને જરૂરિયાતમંદ લોકો માટે મહિસા એટલે નીખીલ દોંગા જેલમાંથી ચર્ચામાં આવ્યા છે. ભૂમાફિયા નિખિલ દોંગા કેસમાં પોલીસે એને મળતી કેટલીક ચોક્કસ સુવિધા સામે લાલ આંખ કરી ફરિયાદ કરી હતી. જેના પર કોર્ટે ધ્યાન આપી યુદ્ધના ધોરણે ભુજ જિલ્લા જેલથી અમદાવાદ જેલમાં પૂરતી સુરક્ષા સાથે ખસેડવા આદેશ આપ્યા છે. જ્યાં નિખિલને હાઈ સિક્યોરિટી બેરેકમાં રાખવામાં આવશે. આ પહેલા જ્યારે નીખીલ દોંગાને હોસ્પિટલ સારવાર હેતુ લઈ જવામાં આવ્યો હતો એ સમયે તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ મામલે રાજકોટના ડીવાયએસપીએ સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ કરી અમદાવાદ જેલમાં ટ્રાન્સફર કરવા માટે માંગ કરી હતી. અદાલતે આ અરજી સંદર્ભે જેલરનો રિપોર્ટ તપાસ્યો હતો. ત્યારબાદ કોર્ટે પોતાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો Rajkot News : મહિલાને પછાડીને આખલો ભાગી ગયો, CCTV કેમેરામાં કેદ ઘટના

સાબરમતી જેલમાં ટ્રાન્સફર: નીખીલ દોંગા પાલારા જેલમાં બંધ હોવા છતાં તેના ફેસબુક એકાઉન્ટમાં ગોંડલના દબંગ બાપ-દીકરાને પાઠ ભણાવશે તેવી પોસ્ટ મૂકવામાં આવી હતી. પોસ્ટમાં તારીખ 31 ઓક્ટોબર 2022 ના રોજ જેલમાંથી બહાર આવી યોગ્ય પાઠ ભણાવશે એવી ધમકી ઉચ્ચારવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં ઉપર મુજબની પોસ્ટ વાયરલ થતાં ડીવાયએસપી રાજકોટની ખાસ અદાલતમાં અરજી કરીને કેદી નીખીલ દોંગાને પાલારા જેલ માંથી ખસેડી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવાની માગણી કરી હતી.

સાબરમતી જેલમાં બંધ: ખાસ અદાલતે આ અરજી સંદર્ભે જેલરનો રિપોર્ટ મંગાવ્યો હતો. તેમજ નીખીલ દોંગાને પણ રજૂઆત કરવાની તક આપતા તેણે એવી રજૂઆત કરી હતી કે, ફોજદારી કાર્યવાહી સંહિતા કલમ 268 જબ સરકારે હુકમ કર્યો છે કે, નીખીલ દોંગાને કોઇ પણ કેસમાં હાજરી આપવા માટે પાલારા જેલ માંથી બહાર કાઢવાનો રહેશે નહીં અને તેની હાજરી વીડિયો કોન્ફરન્સથી નોંધાવવાની રહેશે. આ હુકમ મુજબ અદાલત નીખીલ દોંગાને પાલારા જેલ માંથી ખસેડી સાબરમતી જેલમાં બંધ કરવાનો હુકમ કરી શકે નહીં.

જેલમાંથી બહાર નહીં કાઢવાનો હુકમ: સરકાર વતી સ્પેસીયલ પબ્લીક પ્રોસીક્યુટર એસ.કે.વોરાએ એવી રજૂઆત કરી હતી કે, નીખીલ દોંગા ગુજસીટોકના ગુનામાં સરકારની કસ્ટડીમાં નહીં પરંતુ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ મુજબ ન્યાય અદાલત જ્યારે કોઈ આરોપીને પોતાની જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખે ત્યારે આરોપીને કયા શહેરની જેલમાં રાખવા તે ન્યાય અદાલત જ નક્કી કરી શકે. નીખીલ દો઼ંગાને ભુજની પાલારા જેલમાં રાખવાનો હુકમ ખાસ અદાલતે કર્યો હતો. તેથી સરકારે ફોજદારી સંહિતાની કલમ 268 હેઠળ ભુજની જેલમાંથી બહાર નહીં કાઢવાનો હુકમ કર્યો હતો.

આ પણ વાંચો Rajkot News: રાજકોટ ફૂડ વિભાગે નકલી પનીરનો કર્યો પર્દાફાશ, 1600 કિલો અખાદ્ય પનીરનો જથ્થો ઝડપી પાડ્યો

સિક્યોરિટી ઝોનમાં: પોલીસની અરજી મંજૂર કરવામાં આવે અને નીખીલ દોંગાને રાજ્યની અન્ય જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે તો કલમ 268 હેઠળનો બીજો સુધારા હુકમ કરવા સરકાર હક્કદાર છે. આ મુજબ કલમ 268 ના હુકમનનો આધાર લઇ આરોપી નીખીલ દોંગા જેલ ટ્રાન્સફર અરજી સામે વાંધો ઉઠાવી શકે નહીં. સરકાર તરફની આ રજૂઆતના અંતે રાજકોટની ખાસ અદાલતે નીખીલ દોંગાને પાલારા જેલમાંથી ખસેડીને અમદાવાદની સાબરમતી જેલમાં હાઇસિક્યુરિટી ઝોનમાં રાખવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે સ્પેશિયલ પ્રોસીક્યુટર એસ.કે.વોરા રોકાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.