ETV Bharat / state

Rajkot Crime: SOGએ 23 લાખનો નશાકારક સિરપનો જથ્થો ઝડપી પાડ્યો, 1ની ધરપકડ - Rajkot SOG seized Quantity of intoxicating syrup

રાજકોટમાં SOGની ટીમે મોટી માત્રામાં નશાકારક સિરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો. SOGએ રૈયા રોડ પર આવેલા એક મકાનમાં દરોડા પાડતા આ સફળતા હાથ લાગી હતી.

Rajkot Crime: SOGએ 23 લાખનો નશાકારક સિરપનો જથ્થો ઝડપી પાડ્યો, 1ની ધરપકડ

author img

By

Published : Mar 15, 2023, 7:47 PM IST

23 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કર્યો કબ્જે

રાજકોટઃ રાજકોટ સ્પેશિયલ ઑપરેશન ગૃપને વધુ એક સફળતા મળી છે. આ વખતે SOGએ નશાકારક સિરપનો જથ્થો મોટી માત્રામાં પકડી પાડ્યો છે. સાથે જ એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાંથી મોટી માત્રામાં નશાકારક સિરપ ઝડપવાની ઘટના સામે આવ્યા બાદ શહેરભરમાં ચકચાર મચી છે. ત્યારે આ સમગ્ર મામલે હવે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Vadodara Crime News : સાવલી પોલીસે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

નશાકારક સિરપનો મોટો જથ્થો ઝડપાયોઃ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગૃપના એએસઆઈ ધર્મેશ ખેરને બાતમી મળી હતી કે, શહેરના રૈયા રોડ ઉપર આવેલા અમૃત પાર્ક શેરી નંબર 7માં એક રહેણાંક મકાનમાં પ્રતિબંધિત નશાકારક સિરપનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. તેના આધારે એસઓજીએ અહીં દરોડા પાડયા હતા આ નશાકારક સિરપનો કુલ 23 લાખથી વધુનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. સાથે જ એસઓજીએ ઘટનાસ્થળેથી મિતેશપરી રાજેશપરી ગોસાઈ નામના શખ્સની ધરપકડ કરી હતી. જોકે, અન્ય સમીર પ્રકાશગીરી ગોસ્વામી નામનો આરોપી ફરાર થઈ ગયો હતો.

રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવે શહેરમાં નશીલા પદાર્થનું દૂષણ દૂર થાય તે માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત શહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તે પ્રકારના પદાર્થો ઉપર વોચ રાખવાનું અને પકડવાનું કામ રાજકોટ એસઓજી કરી રહી છે. તેને લઇને રાજકોટ પોલીસને બાતમી મળી હતી કે મિતેશ ગોસાઈ નામનો આરોપી મોટાપાયે નશાકારક સીરપનું વેચાણ કરી રહ્યો છે. જેને પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે આ સીરપને ફોરેન્સિક લેબોરિટીમાં મોકલવામાં આવતા તેમાં નશીલા પદાર્થો હોવાનું સામે આવ્યું હતું.---પાથરાજસિંહ ગોહિલ (રાજકોટ ક્રાઈમબ્રાન્ચના ડીસીપી)

આ પણ વાંચોઃ Vadodara Drugs Crime : એસઓજીએ મુંબઈના ડ્રગ્સ સપ્લાયર સાથે વડોદરાના ઇસમને ઝડપ્યો, 29 લાખનું ડ્રગ્સ પકડાયું

આરોપીઓ સાળો બનેવીઃ જ્યારે પોલીસની વધુ પૂછપરછમાં સામે આવ્યું હતું કે, કચ્છ ખાતેથી સમીર ગોસાઈ નામનો શખ્સ અહીંયા રાજકોટમાં મિતેશને આ નશાકારક સિરપ મોકલતો હતો. જ્યારે મિતેશ અને સમીર બંને સાળો બનેવી થાય છે. આ બંને સાથે મળીને આ નશાકારક સિરપનું વેચાણ કરતા હતા. જ્યારે સમીર ગોસ્વામી વિરૂદ્ધ અગાઉ પણ સાણંદ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારનો એક ગુનો નોંધાઈ ચૂક્યો છે. તો હવે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.