ETV Bharat / state

રાજકોટ જિલ્લામાં સરકારી નોકરીની લાલચ આપી 200થી વધુ યુવકો સાથે કરોડોની છેતરપીંડી - પ્રતિ ઉમેદવાર 10 લાખ રુપિયા

સરકારી નોકરીની લાલચ આપી શિક્ષિત બેરોજગારો પાસેથી કરોડો ખંખેરી લેનાર આરોપી જૂનાગઢની પાટણવાવ પોલીસે ઝડપી લીધો છે. કોર્ટે આરોપીના ચાર દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ. Rajkot Crime News Govt job 200 Candidates Cheating

રાજકોટ જિલ્લામાં સરકારી નોકરી લાલચ આપી 200થી વધુ યુવકો સાથે કરોડોની છેતરપીંડી

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2023, 11:03 AM IST

Updated : Nov 22, 2023, 1:05 PM IST

રાજકોટ જિલ્લામાં સરકારી નોકરી લાલચ આપી 200થી વધુ યુવકોને છેતર્યા

રાજકોટઃ અત્યારે બેરોજગારી ચરમસીમા પર છે. આવામાં બેરોજગારી યુવાનોને સરકારી નોકરીની લાલચ આપીને પૈસા પડાતવા અનેક ઠગ પોતાની કળા કરતા હોય છે. નાદાન અને ભલા ભોળા નોકરીવાંચ્છુ યુવાનોને સરકારી નોકરીની લાલચ આપીને કરોડો રુપિયા પડાવનાર એક ઠગને ધોરાજીના પાટણવાવ પોલીસે ઝડપી લીધો છે. પોલીસને શંકા છે કે આ ઠગે અનેક યુવાનોને ઠગીને કરોડોનું કૌભાંડ આચર્યુ છે.

પાટણવાવ પોલીસે એક આરોપીની કરી ધરપકડ, ચાર દિવસના મેળવ્યા રીમાન્ડ

મોડસ ઓપરેન્ડીઃ કલાણા ગામના નવનીત કાંતીભાઈ રામાણી અને ધોરાજીના નિકુંજ નામના આરોપીઓએ બિન સચિવાલય કલાર્કની ભરતીમાં નોકરી અપાવી દેવાની લોભામણી લાલચ આપી શિક્ષિત બેરોજગારોને બોગસ કોલ લેટર આપી કરોડો રુપિયા ખંખેરી લીધા છે. તેમની પાસેથી દસ લાખ રૂપિયા પડાવી લીધા છે જે સમગ્ર બાબતે જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. બિન સચિવાલય ક્લાર્કની ભરતી માટેની જાહેરાત વર્ષ 2018માં કરવામાં આવી હતી. વર્ષ 2019 આ પરીક્ષા રદ થયા બાદ વર્ષ 2022 માં ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં પાસ કરાવી દેવાની અને નોકરીનો નિમણુક પત્ર(અપોઈન્ટમેન્ટ લેટર) અપાવી દેવાની લાલચ આપી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, આરોગ્ય નિયામક અને પરિવાર કલ્યાણ વિભાગના વડાઓની બોગસ સહી સાથેના તૈયાર કરેલા નોકરીના નિમણુંક પત્ર પણ તૈયાર કરીને વિતરણ કર્યા હતા. આ આરોપીએ પોતાની જાળમાં ધોરાજી, કૃતિયાણા અને પોરબંદર પંથકના 200થી વધુ યુવાનોને ફસાવ્યા હતા. પ્રતિ ઉમેદવાર 10 લાખ પડાવ્યા હોવાથી આ કૌભાંડ કરોડોનું થવા જાય છે.

પોલીસ કાર્યવાહીઃ આ કૌભાંડના ભોગ બનનાર મૂળ જૂનાગઢ જિલ્લાના જીંજરી ગામના વતની અને ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા રવિરાજભાઈ મનસુખભાઈ કુંડારીયાએ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કલાણા ગામના નવનીત કાંતીભાઈ રામાણી અને ધોરાજીના નિકુંજે બિન સચિવાલય કલાર્કની ભરતીમાં નોકરી અપાવી દેવાની લોભામણી લાલચ આપી હતી. આરોપીઓએ બોગસ કોલ લેટર આપી તેમની પાસેથી દસ લાખ રૂપિયા પડાવી લીધા હતા.

પાટણવાવ પોલીસ સ્ટેશનમાં એક યુવક દ્વારા છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે પોલીસ દ્વારા સત્વરે પગલા ભરી નવનીત કાંતિભાઈ રામાણી નામના એક વ્યક્તિની અટકાયત કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેમના રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેમાં ધોરાજી કોર્ટે આરોપીના ચાર દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે અન્ય એક નિકુંજ નામના આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે...કે. એમ. ચાવડા, પીએસઆઈ, પાટણવાવ પોલીસ સ્ટેશન, જૂનાગઢ

  1. અંજારના 19 વર્ષીય યુવકનું અપહરણ કરી હત્યા કરનારા 2 ઝડપાયા, પોલીસે 350 સીસીટીવી ફૂટેજ ચેક કર્યા
  2. હળવદમાં મચ્છી પાર્ટી દરમિયાન થયેલ ઝધડાનો ખાર રાખી યુવાનની હત્યા

Last Updated : Nov 22, 2023, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.