રાજકોટઃ રાજકોટમાં એક પરણીતાએ પોતાના પતિ અને સાસરીયાઓના ત્રાસ કારણે આપઘાત કરી લીધાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી પરણીતાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેને પતિ અને સાસરીયા પક્ષના લોકો ત્રાસ આપતા હોય તેવી વાત કરી હતી. એ પછી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ કેસમાં પતિ તથા સાસરિયા પક્ષના સભ્યોની પૂછપરછ કરી છે.
સારવાર માટે લઈ ગયાઃ મહિલાને વધુ સારવાર હતી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ તેને વધુ સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યું થયું હતું. આ સમગ્ર મામલે રાજકોટ માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. પરણીતાએ આપઘાત કરી લેવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ મહિલાનું નામ અલ્કાબેન જસ્મીનભાઇ પરમાર હતું. જેણે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો. 9 વર્ષની પુત્રી દ્વારા સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરવામાં આવી હતી.
પોલીસ ફરિયાદ થઈઃ પરિવારજનોએ તાત્કાલિક આ પરણીતાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. પહેલા ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પણ પરણીતાને વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું છે. આ મામલે પરણીતાના ભાઈ દ્વારા પરણીતાના પતિ જસ્મીન પરમાર સસરા રમેશભાઈ અને સાસુ સરોજબેન વિરુદ્ધ પોલીસ ફરિયાદો નોંધાવી છે. આ પરણીતાના લગ્ન 11 વર્ષ અગાઉ જસ્મીન પરમાર સાથે થયા હતા.
વારંવાર ત્રાસ આપતોઃ પરણીતાએ આપઘાત કરતા પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તે જણાવી રહી છે કે, મારા સાસુ વારંવાર મને એમ કહે છે કે તું ઢોંગ અને ધતિંગ કરે છે. મારે આવી પરિસ્થિતિમાં શું કરવું જસ્મીન પણ મને પોતાના ઘરે જતી રહે તેમ વારંવાર કહ્યા કરે છે. જેના કારણે હવે મારે ક્યાં જવું. મારા પતિ જસ્મીનને હું નથી જોઈતી. જેના માટે હું આ પ્રકારનું પગલું ભરું છું. મારા પતિ એવું મને કહે છે કે, મારે એક રખેલ છે.
પુત્રીનું ધ્યાન રાખજોઃ તું મારે નથી જોઈતી. તેમજ તું મારા ઘરે શું કામ આવી, જેના કારણે હવે હું મરી જઉં છું. હું દવા પીને મરી જઉં છું હવે તમે મારી પુત્રીનું ધ્યાન રાખજો. પોલીસને આ મામલે એક સ્યુસાઇડ નોટ મળી આવી છે.