રાજકોટ: ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે રહેતી સગીરાને કોઈ વ્યક્તિ ઉઠાવી ગયો હોવાની બાબત સામે આવી હતી. ત્યારે સમગ્ર બાબતે સગીરાના દાદીમા તેમજ પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આ ઘટનાની અંદર સગીરાની દાદીનું અવસાન થયું હોવાનું સામે આવ્યું છે જ્યારે તેમના પિતાની હાલત ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે.
સગીરાના દાદીનું અવસાન: પરિવારના સભ્યો દ્વારા ઝાંઝમેર ગામનો કોઈ વ્યક્તિ આ સગીરાને ઉઠાવી ગયો હોવાની બાબત સામે આવી છે. ત્યારે સમગ્ર બાબત અને ઘટનાને લઈને પોલીસે પોલીસ ફરિયાદ નોંધીને આ મામલે તપાસ શરૂ કરી છે. સગીરાના દાદીનું અવસાન થયું છે. જ્યારે બીજી બાજુ તેમના પિતા પણ ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલ સમગ્ર બાબતે પરિવાર દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી છે અને સમગ્ર બાબતે તટસ્થ તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી અને સજા કરવામાં આવે તેવી માંગ કરી છે.
આ પણ વાંચો: Surat crime news: કેમિકલના વેપારીને કાપડનો ધંધો સેટ કરી આપવાનું કહીને કરોડોની છેતરપિંડી કરનારની ધરપકડ
સગીરાના પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ: સમગ્ર બાબતે વૃદ્ધાનું અવસાન થતાં પરિવારના સભ્યોએ જ્યાં સુધી ન્યાયિક કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર ન કરવા માટે ના પાડી દીધી હતી. ત્યારે આ મામલે પોલીસ તેમજ સ્થાનિક ધારાસભ્ય દોડી આવ્યા હતા અને ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી અને બાહેધરી આપતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો છે અને વૃદ્ધાના અંતિમ સંસ્કાર કર્યા છે. ત્યારે હાલ આ બનાવમાં સગીરાના પિતા ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની પણ હાલત ગંભીર હોવાની વિગતો સામે આવી છે.
આ પણ વાંચો: Ahmedabad Suicide Case : વિડીયો બનાવી યુવકે કરી આત્મહત્યા, પત્ની પ્રેમી પોલીસ પર આક્ષેપ
સગીરાને ચાર જેટલા વ્યક્તિઓ ઉઠાવી ગયા હોવાના આક્ષેપ: આ અંગે ધોરાજી-ઉપલેટા વિધાનસભાના ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયાએ જણાવ્યું હતું કે ઝાંઝમેર ગામે બનેલી ઘટનાને લઈને ધોરાજી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ ગુનામાં જે વ્યક્તિઓ સંડોવાયેલ છે તે વ્યક્તિઓની પણ ધરપકડ કરી છે તેવું ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયાએ જણાવ્યું છે. આ ઘટના અંગે પરિવારના જણાવ્યા પ્રમાણે સગીરાને ચાર જેટલા વ્યક્તિઓ ઉઠાવી ગયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર બાબતે ધોરાજી પોલીસના જણાવ્યા પ્રમાણે 354 (ક) તેમજ પોક્સો કલમ 8 અને 12 મુજબ ફરિયાદ નોંધી હોવાનું જણાવવામાં આવ્યું છે અને હાલ પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક પુછપરછ કરી સમગ્ર બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી છે.