ETV Bharat / state

Rajkot cheating case: આવાસના નામે આવકનો કીમિયો, સરકારી યોજનામાં ઘર અપાવી દેતો ફોલ્ડરીઓ પકડાયો

રાજકોટમાં રુપિયા 4 લાખ રૂપિયામાં આવાસ યોજનામાં (Pradhan Mantri Awas Yojana) ઘર આપવાનું કહી છેતરપીંડી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ભક્તિનગર પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

Rajkot cheating case: આવાસના નામે આવકનો કીમિયો, સરકારી યોજનામાં ઘર અપાવી દેતો ફોલ્ડરીઓ પકડાયો
Rajkot cheating case: આવાસના નામે આવકનો કીમિયો, સરકારી યોજનામાં ઘર અપાવી દેતો ફોલ્ડરીઓ પકડાયો
author img

By

Published : Jan 27, 2023, 10:38 AM IST

રાજકોટઃ રાજકોટમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવી દેવાની વાત કરીને તેમની પાસેથી પૈસા લઈને તેમની સાથે છેતરપિંડી આચરનાર એક શખ્સની ભક્તિનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ શખ્સ પાસેથી ભક્તિનગર પોલીસે રાજકોટ મહાનગરપાલિકાના બનાવટી ડોક્યુમેન્ટ તેમજ સિક્કા સહિતની વસ્તુઓ કબ્જે કરી છે. છેલ્લા થોડા સમયથી આ ઈસમ જે લોકોને રાજકોટમાં ઘર જોતું હોય તેવા લોકો સાથે છેતરપિંડી આચરીને તેમના પૈસા પડાવવામાં આવતા હતા. હાલ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આવાસના નામે આવકનો કીમિયો, સરકારી યોજનામાં ઘર અપાવી દેતો ફોલ્ડરીઓ પકડાયો

આ પણ વાંચો Rajkot Crime News : રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ, સગીરાના મૃત બાળકની કબર ખોલી સેમ્પલ લેવાયા

ડોક્યુમેન્ટ ઉભા કર્યા: રાજકોટના ભક્તિનગર પોલીસ મથકમાં રવિશંકર ગૌતમ નામના ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમને રાજકોટમાં ઘરની જરૂરિયાત હતી. જે દરમિયાન તેમનો આરોપી અમિત ચૌહાણ સાથે પરિચય થયો હતો. જ્યારે અમિત ચોહાણે તેમની સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટરમાં ઘર અપાવી દેવાની વાત કરી હતી. જેને લઇને રવિ શંકર ગૌતમ દ્વારા અમિત ચૌહાણને આવાસ યોજનાના ઘર માટે રૂપિયા 90,000 આપ્યા હતા. ત્યારબાદ અમિત ચૌહાણે પણ સામે મહાનગરપાલિકા દ્વારા તેમનું આવાસ યોજનાનું ફોર્મ સ્વીકાર્યું હોવાના ખોટા સહી સિક્કા કરીને ફોર્મ પરત આપ્યું હતું. જ્યારે રવિશંકર ગૌતમ અંગેની તપાસ કરવા માટે મનપા કચેરી ગયા ત્યારે આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.

આ પણ વાંચો Rajkot news: સામાન્ય બાબતમાં બબાલ થતા ઉપલેટામાં ત્રણ યુવકો પર હુમલો

છેતરપિંડી આચરી: જ્યારે આ મામલે એસીપી બીવી જાદવે જણાવ્યું હતું કે ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં અમિત ચૌહાણ નામનો આરોપી કેટલાક જરૂરિયાતમંદ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવી દેવાની લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી આચરી હતી. આ સાથે જ આ શખ્સ દ્વારા મહાનગરપાલિકાના નકલી ડોક્યુમેન્ટ અને સિક્કા પણ બનાવવામાં આવ્યા હતા. જે મામલે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે આરોપીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી છે. જ્યારે આ ઈસમ દ્વારા ટૂંક સમયથી જ આ પ્રકારની છેતરપિંડી આચરવાનું શરૂ કરાયું હતું. આ મામલે ભક્તિનગર પોલીસે પણ શહેરીજનોની અપીલ કરી છે કે આ પ્રકારે જે પણ લોકો ભોગ બન્યા હોય તે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.