ETV Bharat / state

Rajkot Crime: સીસીટીવીમાં કેદ થયું મર્ડર, માતાના પ્રેમીને દીકરાએ માર્યા છરીના 12 ઘા - Rajkot control room

રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં થયેલી હત્યાનો મોટો પુરાવો પોલીસને મળ્યો છે. સીસીટીવી ફૂટેજમાંથી એ વાત પુરવાર થઇ હતી કે, એક યુવાને તેની માતાના પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આઠ વર્ષ પહેલાં માતા આ યુવકના સંપર્કમાં આવી હતી એ પછી કુણા સંબંધો શરૂ થતા અંત મૃત્યુ સુધી પહોંચ્યો હતો. હત્યાની સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ જતા પોલીસે કાયદેસરના પગલાં લીધા છે.

માતાના પ્રેમીને દીકરાએ છરીના 12 ઘા માર્યા, સીસીટીવીમાં કેદ થયું મર્ડર

author img

By

Published : Apr 26, 2023, 9:35 AM IST

માતાના પ્રેમીને દીકરાએ છરીના 12 ઘા માર્યા, સીસીટીવીમાં કેદ થયું મર્ડર

રાજકોટ: સૌરાષ્ટ્રનું મહાનગર રાજકોટ જાણે ક્રાઈમ કેપિટલ બની રહ્યું હોય એવા કેસ સામે આવી રહ્યા છે. આઠ વર્ષથી રિલેશનશિપમાં રહેલી માતાના પ્રેમીનું કાસળ કાઢી નાખતા હત્યાનો ગુનો નોંધાયો છે. જેના સીસીટીવી રાજકોટ પોલીસને મળ્યા છે. થોરાળા પોલીસે આ કેસમાં ચાર શખ્સોની ધરપકડ કરીને આખરી ઢબે વધુ પૂછપરછ શરૂ કરી છે. આરોપી ઓવેસ ઓડિયાએ સમગ્ર પ્લાન બનાવ્યો હતો. ઓવેસની માતાને સલીમ નામના યુવક સાથે સંબંધ હતા. જે તેને ભગાડી ગયો હતો.

આ પણ વાંચો Rajkot News : રંગીલા શહેરમાં કલરફુલ ભેળસેળ 220 કિલો કેરીનો રસ ઝડપાયો

12થી વધારે ઘા મારીને હત્યા: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરમાં થોરાળા વિસ્તારમાં ગંજીવાડામાં સલીમ વણથરા નામના આધેડની 4 જેટલા ઇસમો દ્વારા છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આ હત્યાના આરોપી એવા ઓવેશ ઓડિયા અને તેનો મિત્ર તેમજ કાકા સહિત ચાર જેટલા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી છે. જ્યારે હત્યાનું કારણ સામે આવ્યું ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેમાં અવેશની માતાને સલીમ આઠ વર્ષ પહેલાં ભગાડી ગયો હતો અને ત્યારથી તે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં રહેતો હતો. પરંતુ જેવો જ તે થોરાળા વિસ્તારમાં આવ્યો ત્યારે અવેશ તેના કાકા તેમજ મિત્રો સહિતના લોકોએ તેને વિસ્તારના મહાકાળી મંદિર નજીક ઘેરી લીધો હતો. તેની ઉપર છરીના ઘા વરસાવ્યા હતા. સલીમને 12થી વધારે છરીના ઘા મારીને પતાવી દેવામાં આવ્યો હતો. આ ઘટનામાં સલીમનું મોત થયું હતું.

આ પણ વાંચો Rajkot News : સૌરાષ્ટ્રભરના દર્દીઓને સીધો ફાયદો, રંગીલા શહેરમાં 13 માળની નવી સિવિલ હોસ્પિટલ બનશે

CCTV સામે આવ્યા: જ્યારે થોરાળા વિસ્તારમાં સલીમની હત્યા થયાના ગણતરીના કલાકો બાદ જ આ હત્યાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા હતા. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચાર જેટલા ઈસમો દ્વારા સલીમને માર મારવામાં આવી રહ્યો છે. જ્યારે છરી વડે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. એક બાદ એક તેવા અંદાજિત 12થી વધુ છરીના ઘા સલીમને મારવામાં આવ્યા હતા. જેના કારણે સલીમનું આ ઘટનામાં મોત થયું હતું. ત્યારે આ સમગ્ર મામલે થોરાળા પોલીસે ગુનો નોંધીને ગણતરીની કલાકોમાં કુલ ચાર હત્યાના આરોપીને પકડી પાડ્યા છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.