ETV Bharat / state

Rajkot Crime: મનપાનો મુકાદમ સફાઈ કર્મી પાસેથી 8 હજારની લાંચ લેતા ઝડપાયો

રાજકોટ મનપાનો મુકાદમ સફાઈ કર્મી પાસેથી રૂપિયા 8 હજારની લાંચ લેતા ઝડપાયો છે.સફાઈ કામદારે એન્ટી કરપ્શન બ્યુરોમાં અરજી કરી હતી. જ્યારે અરજી બાદ એસીબીની ટીમ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આ મુકાદમ રંગે હાથો 8,000 ની લાંચ લેતા ઝડપાયો છે.

રાજકોટ મનપાનો મુકાદમ સફાઈ કર્મી પાસેથી રૂ.8 હજારની લાંચ લેતા ઝડપાયો

author img

By

Published : Apr 14, 2023, 10:11 AM IST

રાજકોટ: હવે લાગે છે આ લાંચ લેવાની પરંપરા છેવાડા સુધી પહોંચી છે. સાંકળની જેમ એક પછી એક કડીઓ જોડાયેલી જોવા મળે છે. જેમાં નાના હોદ્દાથી લઇને મોટા હોદ્દા પણ બાકાત રહ્યા નથી. રાજકોટમાં એવો જ બનાવ બન્યો છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાનો મુકાદમ સફાઈ કામદાર પાસેથી 8,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે.

બ્યુરોમાં અરજી કરી: જ્યારે મુકાદમે સફાઈ કામદારની હાજરી પૂરવા માટે રૂપિયા 8,000ની લાંચ માંગી હતી. જેના કારણે સફાઈ કામદારે એન્ટી કરપ્શન બ્યુરોમાં અરજી કરી હતી. જ્યારે અરજી બાદ એસીબીની ટીમ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આ મુકાદમ રંગે હાથો 8,000 ની લાંચ લેતા ઝડપાયો છે. રાજકોટમાં મનપા કર્મચારી 8,000ની લાંચ લેતા ઝડપાતા મહાનગરપાલિકાના અન્ય ભ્રષ્ટ કર્મચારીઓમાં ડરનો માહોલ છવાયો છે. જ્યારે આ મામલે એસીબી દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો Rajkot Crime : રાજકોટમાં ભગવાનની પૂજા અર્ચના કરીને દાનપેટી થેલામાં નાખી ચોરે ચાલતી પકડી

8 હજારની લાંચ: જ્યારે આ મામલે વિગતો સામે આવી છે. જેમાં જાણવા મળી રહ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં મુકાદમ તરીકે ફરજ બજાવતો મુકેશ વાઘેલા નામનો શખ્સ સફાઈ કામદારને ગેરહાજરીમાંથી હાજર બતાવવા બાબતે અને તેને વોર્ડમાં સફાઈ કામ માટે ફિક્સ વિસ્તાર આપવા માટે રૂપિયા 8,000 ની લાંચ સફાઈ કામદાર પાસે માંગી હતી. જે મામલે એસીબીમાં સફાઈ કામદાર દ્વારા અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. મનપા કર્મી મુકેશ વાઘેલાને 8,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે વોર્ડ નંબર 13ની વોર્ડ ઓફિસમાં મનપાનો કર્મચારી લાંચ લેતા ઝડપાયા બાદ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો Rajkot Crime : રાજકોટમાં પકડાયો રીઢો બાઇક ચોર, 50થી વધુ બાઈક ચોરી સહિતના અનેક ભેદ ઉકેલાશે

ઝડપાતા ચકચાર: રાજકોટમાં સફાઈ કામદાર પાસે રૂપિયા 8,000ની લાંચ માંગનાર મુકેશ વાઘેલાની હાલ એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમજ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં હજુ ઘણા બધા વોર્ડમાં આ પ્રકારની ગેરરીતી સામે આવતી હોય છે. જેમાં સફાઈ કર્મીના કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓ કામ ઉપર આવતા ન હોવા છતાં પણ તેમની હાજરીઓ કાગળ ઉપર દર્શાવતા હોય છે. તેમના પગારમાંથી પૈસા લેતા હોય છે. જ્યારે હવે એસીબી દ્વારા 8,000ની લાંચ લેતા મનપા કર્મચારીને ઝડપી પાડવાની ઘટના સામે આવ્યા બાદ રાજકોટ મનપામાં આ પ્રકારના કૌભાંડ બંધ થાય તેવી શક્યતાઓ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.