- ક્રાઇમ બ્રાન્ચે દારૂની હેરાફેરી કરતા શખ્સની કરી ધરપકડ
- કારમાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂની હેરાફેરી
- પોલીસે કુલ રૂ.2,57,020નો મુદ્દામાલ કબ્જે કર્યો
રાજકોટ : રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા હાથ લાગી છે. જેમાં કારમાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે કાર સાથે મળીને અલગ અલગ કંપનીનો વિદેશી દારૂ, મોબાઈલ સહિત કુલ રૂ.2,57,020નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે આ વિદેશી દારૂ સાથે નૂરમામદ જુસબ સમા નામના શખ્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કારમાં ચોર ખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતા શખ્સની કરી ધરપકડ શખ્સે CNG બાટલામાં ખાનું બનાવીને સંતાડયો દારૂક્રાઇમ બ્રાન્ચની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે કુવાડવા રોડ પર આવેલ રણછોડદાસ બાપુના આશ્રમ નજીકથી પસાર થઈ રહેલી વેગનાર કાર પસાર થતા તેનું ચેકીંગ કરતા તેમાંથી CNG કિટમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં આરોપીએ કોઈને ખબર ન પડે તેવી રીતે CNG ગેસના બાટલામાં ચોરખાનું બનાવ્યું હતું.રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કારમાં ચોર ખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતા શખ્સની કરી ધરપકડ પોલીસે શખ્સની વધુ પૂછપરછ હાથ ધરી ક્રાઇમ બ્રાન્ચે દારૂ સાથે ઝડપી પાડેલ આરોપી નૂરમામદ જુસબ સમાએ રાજકોટના કલાવડ રોડ ખાતે મોબાઈલની એસેસરીઝનો ધંધો કરે છે. તેમજ પોલીસ તપાસમાં અગાઉ કોઇ પણ ગુન્હો નહિ કર્યાનું સામે આવ્યું છે. જોકે, આરોપી આ વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે તમામ વિગતો મેળવવા માટે પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.