ETV Bharat / state

Rajkot Crime: આફ્રિકામાં બેઠાબેઠા વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી કરતા બંટી બબલી ઝડપાયાં - Couple who cheated Merchants

આફ્રિકાના દેશમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો વેપાર કરતા દંપતીએ વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે, રાજકોટ ક્રાઈમબ્રાન્ચે આ બંટીબબલીની ધરપકડ તો કરી જ લીધી છે.

Rajkot Crime: આફ્રિકામાં બેઠાબેઠા વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી કરતા બંટી બબલી ઝડપાયાં

author img

By

Published : Feb 25, 2023, 9:19 PM IST

દંપતી માડાગાસ્કર દેશમાં કરે છે વેપાર

રાજકોટઃ રાજકોટમાં રહેતા દંપતી જતીન હરિશ અઢિયા અને ફોરમ જતીન અઢિયાએ 3થી 4 વેપારી સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ રાજકોટ ક્રાઈમબ્રાન્ચમાં નોંધાઈ હતી. પોલીસે આ દંપતીની પોલીસે ધરપકડ કરી છે અને તેમના વિરુદ્ધ આખરી કાર્યવાહી હાથ ધરી છે. આ દંપતી ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધો કરતા વેપારીઓ પાસેથી માલસામાન લઈ લેતું હતું, પરંતુ તેમને પૈસાની ચૂકવણી નહતું કરતું. જ્યારે આ પ્રકારની ફરિયાદ નોંધાઈ ત્યારે ક્રાઈમબ્રાન્ચે આરોપી દંપતીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Surat Crime: ટોપ ટેન મેડિકલ કૉલેજમાં એડમિશનના નામે છેતરપિંડી કરનારો ભેજાબાજ એન્જિનિયર ઝડપાયો

દંપતી માડાગાસ્કર દેશમાં કરે છે વેપારઃ ક્રાઈમબ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું કે, આ દંપતી પૂર્વ આફ્રિકામાં આવેલા માડાગાસ્કર દેશમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો વેપાર કરે છે. તેમ જ વિશ્વના અલગ અલગ દેશોમાંથી ખાંડ, ચોખા, ઘઉં, મેંદો, હાર્ડવેર મટિરિઅલ્સ સહિતની વસ્તુઓની આયાત-નિકાસ કરે છે. દંપતી આ પ્રકારનો ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધા કરતા વેપારીઓ પાસેથી માલનો ઓર્ડર લઈને તેમની પાસેથી આ ઓર્ડરના એડવાન્સ પૈસા લઈ લેતા હતા. ત્યારબાદ તેને પૈસાની સામે માલસામાન આપતા નહતા. આવી જ રીતે અન્ય વેપારીઓ પાસેથી માલ લઈને હજી આ પ્રકારનો વધુ પ્રમાણમાં માલ આપો તો તમને નફો થશે તેવી લાલચ આપીને તેમની પાસેથી મોટા પ્રમાણમાં અલગ અલગ વસ્તુઓનો જથ્થો લઈ લેતા હતા. તેમને પણ આરોપીઓ પૈસા આપતા નહોતા. આ પ્રકારે વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હતા.

ત્રણ જેટલા વેપારીઓ સાથે કરી છેતરપિંડીઃ આ મામલે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ ક્રાઈમબ્રાન્ચના ACP ભરત બસિયાએ જણાવ્યું હતું કે, આ ગુનાના ફરિયાદી પૂર્વ આફ્રિકા સહિતના દેશોમાં ચોખા, ખાંડ સહિતની વસ્તુઓનો ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધો કરે છે. તે દરમિયાન ફરિયાદીને જતીન અઢિયા નામના વેપારીનો સંપર્ક થયો હતો. જ્યારે જતીન અઢિયાએ શરૂઆતમાં વેપારી પાસેથી ઓછા પ્રમાણમાં વસ્તુઓ મગાવી હતી. ત્યારબાદ વિશ્વાસ કેળવીને 785 ટન જેટલા ચોખા મગાવ્યા અને 530 ટન જેટલી ખાંડ મગાવી હતી, જેનું પેમેન્ટ અંદાજે 3 કરોડથી વધારે થતું હતું. જે આરોપીઓ ચૂકવતા નહતા. ત્યારબાદ અન્ય 2 જેટલા વેપારીઓને આ જ પ્રકારની છેતરપિંડી કરાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

આ પણ વાંચોઃ Rajkot News : રાજ્યભરમાં લગ્ન સહાય આપવાના નામે કૌભાંડ આચરનાર પતિપત્નીની ધરપકડ

રાજકોટ પોલીસે કરી અપીલઃ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે અપીલ કરી હતી કે, જતીન અઢીયા અને ફોરમ અઢિયાએ રાજકોટ કે અન્ય જિલ્લાઓમાં કોઈ વેપારી સાથે આ પ્રકારની છેતરપિંડી કરી હોય તો તાત્કાલિક રાજકોટ પોલીસનો સંપર્ક કરે, જેના કારણે તે તમામ બાબતોની તપાસ કરી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.