ETV Bharat / state

Rajkot Crime : ઉપલેટામાં પીજીવીસીએલના કર્મચારી પર હુમલો, બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ - પીજીવીસીએલ

રાજકોટના ઉપલેટાના મજેઠી ગામે પીજીવીસીએલના કર્મચારી પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે જેમાં હુમલાની આ ઘટના બાદ પાટણવાવ પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હોવાનું પણ સામે આવ્યું છે. જાણો વિગતો.

Rajkot Crime : ઉપલેટામાં પીજીવીસીએલના કર્મચારી પર હુમલો, બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2023, 8:40 PM IST

વીજ કનેક્શનના મુદ્દે બબાલ

રાજકોટ : ઉપલેટા તાલુકાના મજેઠી ગામે ખેતીની જમીનમાં વીજળી કનેક્શન આપવા માટેની કામગીરી કરવા માટે ગયેલા પીજીવીસીએલના કર્મચારી પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં હુમલાની આ ઘટનામાં ઉપલેટા પીજીવીસીએલના જુનિયર એન્જિનિયરને માર મારતા ઈજાગ્રસ્ત કર્મચારીને હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં મારામારીના આ બનાવની અંદર બે વ્યક્તિઓ સામે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે બે વ્યક્તિઓની અટકાયત કરી હોવાનું પણ સામે આવ્યું છે.

મામલો કઇ રીતે બન્યો : ઉપલેટા રૂરલમાં ફરજ બજાવતા વિરલભાઈ ભરતભાઈ કાલરીયાએ આ બનાવને લઈને પાટણવાવ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, તેઓ પોતાના કામથી એટલે કે નવા કનેક્શન આપવાના કામથી ઉપલેટા તાલુકાના મજેઠી ગામે ગયેલ હતાં. જ્યાં વાડીએથી જે જગ્યાએ કનેક્શન મૂકવાનું હતું તેમને ફોનથી જાણ કરી બોલાવેલ હતાં અને બોલાવ્યા બાદ નજીકના થાંભલામાં લંગરિયો મારેલ હોવાનું ચોરી થઈ રહેલ હોવાની બાબત માલૂમ પડતાં પીજીવીસીએલ ના કર્મચારી દ્વારા ફોટો વીડિયો ઊતારવાની કોશિશ કરી હતી. ત્યારે હુમલાની ઘટના બની હતી.

હાલ આ મામલે જેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમની અટકાયત કરી લેવામાં આવી છે જેમાં આ બનાવ અંગેની તપાસ હાલ પીએસઆઈ આર.એ.જાડેજા ચલાવી રહ્યા છે. એચ.એચ.પરમાર ( પાટણવાવ પોલીસ સ્ટેશન )

પીજીવીસીએલ સ્ટાફ દોડી આવ્યો : ઉપલેટાના મજેઠી ગામે વીજ કનેક્શન માટે ગયેલા કર્મચારી વિરલભાઈ ભરતભાઈ કાલરીયા ઉપર થયેલા હુમલા બાદ ઉપલેટાનો પીજીવીસીએલ સ્ટાફ હોસ્પિટલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે એકત્રિત થયો હતો. જ્યાં સ્ટાફ એકત્રિત થયા બાદ આ મામલે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં આ બનાવની અંદર મજેઠી ગામના વિનોદભાઈ ડાંગર અને અશ્વિનભાઈ ડાંગર સામે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 186, 332, 506(2), 114 તેમજ GP ACT 135 મુજબ ગુનો દાખલ કર્યો છે અને સમગ્ર મામલે પૂછપરછ અને તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.

  1. Jetpur Suicide Case: જેતપુરમાં PGVCLના કર્મીના આપઘાત મામલે થયો ચોંકાવનારો ખુલાસો, સ્યૂસાઇડ નોટમાં આ કારણ લખ્યું
  2. MD of PGVCL Rajkot: PGVCLના MDના નામે કર્મચારીને ધમકી આપ્યાનો ઓડિયો વાયરલ, MDએ આપી સ્પષ્ટતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.