રાજકોટ : કલેક્ટર કચેરીએ કિસાન કોંગ્રેસ સેલના પાલભાઈ આંબલિયા કોંગી આગેવાનો સાથે ડુંગળી, કપાસ, એરંડા જેવા પાકના કોથળા ભરીને વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. જેને લઈને કોંગી આગેવાનો વિરોધ કરે તે પહેલાં જ કલેક્ટર કચેરી બહારથી જ તેમની અટકાયત કરવામાં આવી હતી. હાલ લોકડાઉન સમયે તમામ વર્ગના લોકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોને પણ હાલ પોતાના પાકના પોષણક્ષમ ભાવ ન મળતા મૂંઝવણમાં મુકાયા છે.
જેને લઈને કોંગ્રેસ કિસાન સેલના પાલભાઈ આંબલિયા સહિતના કોંગી ખેડૂત નેતા આજે ડુંગળી, કપાસ, એરંડા સહિતના પાક લઈને કલેક્ટર મારફતે પીએમ કેર ફંડમાં જમા કરાવવા માટે આવી પહોંચ્યા હતા. પરંતુ કોંગી આગેવાનો કલેક્ટર કચેરીમાં પ્રવેશે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી.