રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડૉ. મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો જેને લઈને તેમણે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો.
આ સાથે જ રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 575 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં અત્યાર સુધીમાં 395 કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. અત્યાર સુધીમાં રાજકોટ ગ્રામ્ય અને જિલ્લામાંથી 14,103 દર્દીઓને આઇસોલેશન વૉર્ડમાંથી રજા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા એક મહિનાથી સતત કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યા છે જેને લઈને રાજકોટ આરોગ્ય તંત્ર પણ ચિંતિત છે. રાજકોટમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે મહાનગરપાલિકા દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.