રાજકોટ : જેતપુરના ગોધરા વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જુનવાણી મકાનો ધરાસાઈ થતાં એક મહિલા તેમજ બે બાળકીના મૃત્યુ નીપજ્યા છે. આ ઘટના અંગેની જાણ થતાં આસપાસના વિસ્તારના લોકો તેમજ તંત્ર દ્વારા રાહત બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મૃત્યુ પામેલા લોકોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી શરૂ કરાય હતી.
અંદાજે સો વર્ષ જુના મકાન : જેતપુર શહેરમાં ધરાશાયી થયેલા 6 મકાન અંદાજે સો વર્ષ જુના છે, ત્યારે મકાન ધરાસાઈ થવાની આ ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ છે. આ મકાનમાં રહેલા આઠ જેટલા લોકો દટાયા હોવાની પણ વિગતો સામે આવી છે. જેમાં બે નાની બાળકી અને એક વૃદ્ધાનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે પાંચ લોકોને ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
જેતપુરના ગોદરામાં બપોરના ત્રણ વાગ્યાની આસપાસ મકાન ધરાશાયી થયું હતું. આસપાસ માટી ઘસવાથી અને પાણી આવવાથી દીવાલ ધરાશાયી હતી, જેમાં 8 જેટલી લોકો દિવાલ પડવાથી દટાઈ ગયા હતા. નગરપાલિકાની ટીમ અને આસપાસના લોકોએ તમામનું રેસ્ક્યુ કર્યું હતું. તમામ લોકોને સારવાર અર્થે જેતપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે, જેમાં બે નાની બાળકી અને એક વૃદ્ધાનો સમાવેશ થાય છે. અન્ય પાંચ લોકોને નાની-મોટી ઇજા પહોંચી હોવાથી તેમની સારવાર ચાલી રહી છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને હું તમામ પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરુ છું. ઘટનાના તમામ પરિવારને ચોક્કસ સહાય મળશે એની ખાતરી આપું છું. હાલ જે 5 લોકો સારવાર હેઠળ છે તેમની જવાબદારી લઉં છું. જો તેમને વધારે સારવાર માટે રાજકોટ ખસેડવા પડશે તો એના માટે પણ હું તૈયાર છું. - જયેશ રાદડિયા (ધારાસભ્ય)
કોના મૃત્યુ, કોન ઈજાગ્રસ્ત : અકસ્માતે બનેલી આ ઘટનામાં 50 વર્ષીય જયાબેન રાજુભાઈ મકવાણા, 10 વર્ષીય મેઘના અશોકભાઈ મકવાણા અને 7 વર્ષીય સીધી વિક્રમભાઈ નામના લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ અન્ય 14 વર્ષીય વંદના મકવાણા 30 વર્ષીય શીતલબેન વિક્રમભાઈ સાસડા, 40 વર્ષીય કરસનભાઇ દાનાભાઈ સાસડા, 8 વર્ષીય રિદ્ધિ વિક્રમભાઈ સાસડા, 33 વર્ષીય અશોકભાઈ રાજુભાઈ મકવાણાનો સમાવેશ થાય છે, ત્યારે આ તમામને પણ ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે અહીં મકાન ધરાશાયી થવાની ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.