રાજકોટ : ધોરાજી તાલુકાના ભુખી ગામ પાસે આવેલો ભાદર-2 ડેમ કે જે ચાર તાલુકાઓને (Bhadar 2 Dam gate leakage) સિંચાઈ અને પિયત માટેનો મહત્વનો ડેમ છે. જેમાં ભાદર-2 ડેમમાં પાટિયાની અંદરથી પાણી લીકેજ થવાની એક બાબત સામે આવી છે, ત્યારે આ પાણી લીકેજ થવાના કારણે સિંચાઈ માટે અને પિયત માટે સંગ્રહ કરેલું પાણી પાટીયામાંથી લીકેજ થવાના કારણે હાલ લાખો લિટર પાણી વહી રહ્યું હોવાનું સામે આવ્યું છે. (Rajkot news)
કેટલા વિસ્તારમાં પાણી પુરુ પાડે આ ડેમમા સંગ્રહ કરેલા પાણીના ઉપયોગની વાત કરવામાં આવે તો ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા સહિતના તાલુકાઓ અને ભાદરકાંઠાના ગ્રામ્ય વિસ્તારો માટેની હજારો હેક્ટર જમીન માટેનું સિંચાઈનું પાણી પુરૂ પાડતો એકમાત્ર આ ડેમ છે. જેમાં ઉનાળા પહેલા જ પાણી લીકેજ થઈ જશે તો ઉનાળાની અંદર પીવાના પાણીનો પ્રશ્ન પણ ગંભીર રીતે ઉદ્ભવી શકે છે. તેવું પણ વર્તમાન સ્થિતિ જોતા લાગી રહ્યું છે. (Water in Bhadar 2 Dam)
પાણીનો વેડફાટ આ ડેમમાંથી લીકેજ થતા પાણી અંગે જોવા જઈએ તો પાટિયામાં લીકેજ હોવાની આ બાબતથી હાલ સંગ્રહ કરેલા પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને સંગ્રહ કરેલા અને ઉપયોગ માટેનું ભવિષ્યનું પાણી અછતગ્રસ્ત પાટીયાની કે કોઈ ટેકનિકલ ખામીના કારણે લીકેજ થઈ રહ્યું હોવાની બાબત સામે આવી છે. જેને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી લીકેજ થતા પાણીને બંધ કરાવે જેથી આ લીકેજ થતું પાણી બંધ થાય અને ભવિષ્યમાં પાણીની સમસ્યા ન ઉદ્ભવે તે કાર્ય કરવું જરૂરી દેખાઈ આવે છે. (Rajkot Bhadar 2 Dam)
આ પણ વાંચો લુણાવાડાની કડાણા ડાબાકાંઠા સબમાઈનોર કેનાલ ઓવરફ્લો, ખેતરોમાં પાણી ભરાયા
લીકેજ થવાની સમસ્યા આ અંગે ધોરાજી ઉપલેટાના માજી ધારાસભ્ય લલીત વસોયાએ જણાવ્યું હતું કે, આ પ્રકારની લીકેજ થવાની સમસ્યા છેલ્લા ત્રણ મહિનાથી છે. જે બાબતે જવાબદાર તંત્રને અનેકવાર રજુઆત કરવા છતાં સરકાર અને તંત્ર આ બાબતે કોઈ ગંભીરતા દાખવતી નથી. જેના કારણે આ અમૂલ્ય જળનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે આ બાબતોને લઈને જવાબદાર તંત્ર અને સિંચાઇ વિભાગ સહિત મુખ્યપ્રધાને પણ તેમના દ્વારા ઈ મેઈલ કરીને રજૂઆત કરી હોવાનું લલીત વસોયાએ જણાવ્યું છે. (Dhoraji Bhadar 2 Dam)
આ પણ વાંચો કાંધલ જાડેજાએ ધોરાજી ભાદર ડેમમાંથી પોતાના સ્વ ખર્ચે છોડાવ્યું પાણી
ડેમના ઇજનેરે સામાન્ય બાબત કહી ડેમના ઇજનેર નિકુંજ ખોરસીયાએ લિકેજને સામાન્ય લીકેજ ગણાવી હતું. વધુમાં તેમના દ્વારા એવું જણાવ્યું છે કે, આ પ્રકારનું લીકેજ બે-ત્રણ દરવાજામાં છે. જેમાં એક દરવાજામાંથી થોડું પાણી લીકેજ થઈ રહ્યું છે આ બાબતે ઉપર લેવલ ખાતે રજૂઆત કરવામાં આવી છે અને મંજૂરી આવ્યા બાદ મરામતની કામગીરી કરવામાં આવશે તેવું જણાવી રહ્યા છે. (Bhadar River)