ETV Bharat / state

Akshaya Tritiya 2023 : અખાત્રીજના પર્વ પર સોની બજારમાં માયુશી, દાગીના માટે એડવાન્સ બુકિંગ ઘટ્યું - Rajkot Akhatrij Festival 2023

અખાત્રીજના પર્વને લઈને રાજકોટની સોની બજારના વેપારીઓમાં માયુશી જોવા મળી રહી છે. કારણ કે, સોના ચાંદીના વધતા ભાવને લઈને ખરીદીમાં એડવાન્સ બુકિંગ ઘટ્યું છે. આ ઉપરાંત વેપારીઓનું માનવું છે કે, આ વર્ષે જોઈ તેટલા પ્રમાણમાં ઘરાકી પણ નથી.

Akhatrij 2023 : અખાત્રીજના પર્વ પર સોની બજારમાં માયુશી, દાગીના માટે એડવાન્સ બુકિંગ ઘટ્યું

author img

By

Published : Apr 20, 2023, 6:48 PM IST

Updated : Apr 20, 2023, 8:31 PM IST

અખાત્રીજને લઈને ગત વર્ષ કરતા આ વર્ષે સોનાની ખરીદીમાં એડવાન્સ બુકિંગ ઘટ્યું

રાજકોટ : અખાત્રીજનું પર્વ આવી રહ્યો છે, ત્યારે અખાત્રીજને લઈને સોની બજારમાં લોકોની ભીડ જોવા મળતી હોય છે. એવામાં અખાત્રીજના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી તે શુભ મનાતું હોય છે. તેમજ એવી પણ માન્યતા છે કે, અખાત્રીજના દિવસે સોના ચાંદીની ખરીદી કરો તો તે અક્ષય રહે છે. ત્યારે આ વખતે સોના ચાંદીના ભાવમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. એવામાં ગત વર્ષની સરખામણીએ આ વખતે સોના ચાંદીના ભાવમાં એડવાન્સ બુકિંગ પણ ઓછું જોવા મળી રહ્યું છે. જ્યારે વધતા ભાવને લઈને લોકો શુકન પૂરતું જ સોના ચાંદીની ખરીદી કરી રહ્યા હોવાનું સોની વેપારીઓ જણાવી રહ્યા છે. ત્યારે આ વખતે અખાત્રીજને લઈને ઘરાકી જોઈએ એટલા પ્રમાણમાં રહેશે નહીં તેવું સોની વેપારીઓનું માનવું છે.

આ પણ વાંચો : Monsoon Forecast on Akshay Tritiya : આ લક્ષણો જોઇ લેજો, અખાત્રીજ એટલે વરસાદનો વરતારો જાણવાનો દિવસ

વધતા સોનાના ભાવ ચિંતાનું કારણ બન્યા : રાજકોટની સોની બજારમાં વેપાર કરતા એવા અશ્વિન પાલે જણાવ્યું હતું કે, આ વખતે સોનાના ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે. જેમાં 22 કેરેટના સોનાના ભાવની વાત કરવામાં આવે તો 56,200 સોનાનો ભાવ છે. જ્યારે 24 કેરેટનો સોનાનો ભાવ 62 હજાર ઉપર જોવા મળી રહ્યા છે. જ્યારે અક્ષર તૃતીયાના તહેવારને લઈને અમારે દર વર્ષે એડવાન્સ બુકિંગમાં વધારો જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે સોનાના ભાવ વધારે હોવાના કારણે ગત વર્ષની સરખામણીએ આ વખતે ખૂબ જ ઓછું એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે. એવામાં લોકો હાલ ભાવ વધારાના કારણે શુકન સાચવવા પૂરતું સોનાની ખરીદી કરતા હોય છે. પોતપોતાની આર્થિક ક્ષમતા પ્રમાણેની ખરીદી કરતા હોય છે, પરંતુ આ વખતે ઘરાકી ખૂબ જ ઓછી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Akshaya Tritiya 2022: સુરતમાં અખાત્રીજમાં લોકોને સોના અને ચાંદની ખરીદી પર ખાસ ડિસ્કાઉન્ટ

સોનાના ભાવમાં સતત વધારો બન્યું કારણ : અખાત્રીજના દિવસે રાજકોટ સહિત દેશભરમાં મોટા પ્રમાણમાં લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. તેને શુભ માનવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે સોની વેપારીઓ ચિંતામાં મુકાયા છે. જ્યારે ઘરાકી પણ જોઈએ તેવી જોવા નથી મળી રહી. ગત વર્ષની સરખામણીએ આ વખતે માત્ર 20થી 30 ટકા જ એડવાન્સ બુકિંગ થયું હોવાનું રાજકોટના સોની વેપારીઓ જણાવી રહ્યા છે. એવામાં અખાત્રીજના દિવસે લોકો પણ શુકન સાચવવા જેટલું જ સોના ચાંદીની ખરીદી કરશે. તેવું સૌની વેપારીનોનું માનવું છે. તેમજ મોટી ઘરાકી પણ બજારમાં નહિ જોવા મળે તેવું કહી રહ્યા છે.

Last Updated : Apr 20, 2023, 8:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.