ETV Bharat / state

Rajkot Airport Security: પીધેલાની ધમાલ, રોડના બદલે રનવે પર રીક્ષા દોડાવી દીધી

author img

By

Published : Apr 3, 2023, 11:29 AM IST

રાજકોટમાં એરપોર્ટના VVIP ગેટ તોડીને રીક્ષા ચાલક રન વે સુધી પહોંચી ગયો હતો. સુરક્ષા જવાનોને જાણ થતાં તાત્કાલિક અટકાયત કરવામાં આવી હતી. આ બનાવના પગલે બેંગ્લોર જતી ફ્લાઇટ પણ કલાક મોડી ઉપડી હતી. ત્યારે આ બધા વચ્ચે સવાલ એ થાય છે કે, એન્ટ્રીગેટથી અંદર ઘૂસી VVIP ગેટ તોડી રન વે સુધી પહોંચી કેવી રીતે ગયો.

Rajkot Airport : લ્યો બોલો, દારુડીયો એરપોર્ટનો ગેટ તોડી રન વે પર રીક્ષા લઈને ઘૂસી ગયો

રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં એરપોર્ટની સુરક્ષામાં ખૂબ જ મોટી ચુક જોવા મળી છે. નશાની હાલતમાં રીક્ષા ચાલક એરપોર્ટનો વીવીઆઈપી ગેટ તોડીને રનવે સુધી પહોંચી ગયો હતો. જ્યારે આ ઘટનાની જાણ CISFના સુરક્ષા જવાનોને થતા. તેમને તાત્કાલિક આ રીક્ષા ચાલકની અટકાયત કરી હતી અને રાજકોટની ગાંધીગ્રામ પોલીસને આ રીક્ષા ચાલકને સોંપી દીધો હતો.

આ પણ વાંચો : Rajkot Airport: રનવે તૈયાર, શહેરને ટૂંક સમયમાં મળશે રાજ્યનું પહેલું ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

નશામાં હતોઃ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે, આ રીક્ષા ચાલક નશાની હાલતમાં હતો. જ્યારે એરપોર્ટ ખાતે આ પ્રકારની સુરક્ષામાં ચુકની ઘટના સામે આવતા રાજકોટ પોલીસે સમગ્ર એરપોર્ટનું ચેકિંગ હાથ ધર્યું હતું. પરંતુ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. જેને લઇને પ્રવાસીઓએ રાહતના શ્વાસ લીધો હતો.

રીક્ષા ચાલકની ધરપકડ : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજના સમયે એક રીક્ષા ચાલક નશાની હાલતમાં રાજકોટ એરપોર્ટના વીઆઈપી ગેટ તોડીને રનવે નજીક પહોંચી ગયો હતો. જે ઘટનાને પગલે સીઆઇએસએફના જવાનોએ તાત્કાલિક આ રીક્ષા ચાલકની અટકાયત કરી હતી. જ્યારે દિપક જેઠવા નામના રીક્ષા ચાલકને સીઆઇએસએફના જવાનોએ ગાંધીગ્રામ પોલીસની સોંપ્યો હતો. ત્યારબાદ ગાંધીગ્રામ પોલીસે રિક્ષા ચાલક દિપક જેઠવાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

કેવી રીતે ઘુસ્યો અંદર : આ બધાની વચ્ચે સવાલો ઉભા થઈ રહ્યા છે કે એરપોર્ટ ખાતે મેન ગેટ છે. ત્યાં કોઈપણ વાહન અંદર પ્રવેશે ત્યારે મેઈન ગેટ એન્ટ્રી કરાવવાની હોય છે. ત્યારબાદ જ તેને એરપોર્ટ અંદર પ્રવેશવા દેવામાં આવે છે, પરંતુ આ ઘટનામાં રીક્ષા ચાલક સીધો જ એન્ટ્રીગેટથી અંદર ઘૂસી ગયો હતો અને VVIP ગેટ તોડી રન વે સુધી પહોંચી ગયો હતો. જેને લઈને સુરક્ષામાં ચૂક જોવા મળી હતી.

આ પણ વાંચો : Ahmedabad crime : પત્નીનો હત્યારો પતિ ઝડપાયો, આડા સંબંધની આશંકાએ ઘર ઉજાડ્યું

ફ્લાઇટ ઊભી હતી અને બની ઘટના : પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ પ્રકારની ઘટના બની ત્યારે રનવે ઉપર બેંગ્લોર જતી ફ્લાઈટ ઉપડવાની તૈયારીમાં જ હતી, પરંતુ ઘટનાને પગલે આ ફ્લાઇટ એક કલાક મોડી ઉપડી હતી. જ્યારે રીક્ષા રનવે નજીક પહોંચી જવાની ઘટના સામે આવ્યા બાદ રાજકોટ પોલીસનો કાફલો એરપોર્ટ ખાતે પહોંચ્યો હતો અને સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી.

ગેટ તોડી નાંખ્યોઃ બીજી તરફ એરપોર્ટનો વીવીઆઈપી ગેટ તોડવાની ઘટના સામે આવ્યા બાદ શહેરમાં આ ઘટના ચર્ચાનો વિષય પણ બની ગયો હતો. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં એરપોર્ટ ઉપર દેશના અનેક દિગ્ગજો અને VVIP લોકોની અવરજવર રહેતી હોય છે. એવામાં એરપોર્ટ પર આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ તંત્રની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.