રાજકોટ: કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડૉ. મનસુખ માંડવિયાએ આજે રાજકોટના પરા પીપળીયા ખાતે AIIMS કેમ્પસની મુલાકાત લીધી હતી. હોસ્પિટલ અને શૈક્ષણિક ઈમારતોના ચાલી રહેલા બાંધકામની પ્રગતિની સમીક્ષા કરી. કે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે એઇમ્સનું કામ હાલમાં 60 ટકા પૂર્ણ થયું છે.તેમજ અગામી ઓક્ટોબર માસમાં એઇમ્સનું કામ પૂર્ણ થઈ જશે.
એઇમ્સના બાંધકામ સ્થળની મુલાકાત: મનસુખ માંડવીયા સહિત એઇમ્સની મુલાકાત માટે આવેલ તમામ મહાનુભાવોએ એઇમ્સના વિવિધ બાંધકામના સ્થળોની મુલાકાત કરી હતી. તેમણે હોસ્પિટલના વિવિધ બ્લોક્સની પ્રગતિની વિવેચનાત્મક સમીક્ષા કરી હતી. જેમાં તેમણે સૌપ્રથમ આયુષની મુલાકાત લીધી, ત્યારબાદ એકેડેમિક બ્લોક, હોસ્પિટલ બ્લોક, રહેણાંક બ્લોક, Bio Medical Waste અને મોર્ચ્યુરી, હોસ્ટેલ સંકુલ અને ડાઇનિંગ હોલની મુલાકાત લીધી.
આ પણ વાંચો: Rajkot AIIMS Hospital : રાજકોટ AIIMS સુધી પહોંચવું થશે સરળ, ST વિભાગ શરૂ કરશે બસ સેવા
પ્રોજેક્ટના કામને ઝડપી બનાવવા નિર્દેશ: AIIMS રાજકોટ ખાતે પ્રોજેક્ટના કામોની વર્તમાન સમસ્યાઓ વિશે, પરસ્પર અને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવાના ઉદ્દેશ્ય સાથે તમામ હિતધારકો સાથે ટૂંકી ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જ્યારે કેન્દ્રીય આરોગ્યપ્રધાને એઈમ્સને સામાન્ય લોકો માટે વહેલામાં વહેલી તકે સંપૂર્ણ રીતે કાર્યરત બનાવવાના હેતુ સાથે પ્રોજેક્ટના કામને ઝડપી બનાવવા અને ઇચ્છિત ગતિ આપવાનો નિર્દેશ આપ્યો હતો. AIIMS રાજકોટ ખાતે પ્રોજેક્ટના કામોની પ્રગતિ વિશે ટૂંકું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: રાજકોટ: AIIMSના નિર્માણ બાદ 5000થી વધુ લોકોને મળશે રોજગારીનો લાભ
PM મોદી કરી શકે છે લોકાર્પણ: રાજકોટમાં નિર્માણ થઈ રહેલી એઇમ્સની મુલાકાત માટે આવેલ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ એઇમ્સનું કામ 60 ટકા પૂર્ણ થઈ ગયું છે. જ્યારે આગામી ઓક્ટોબરમાં સંપૂર્ણ પૂર્ણ થઈ જશે અને ઓક્ટોબર નવેમ્બર વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થાય તેવી અમારી અપેક્ષા છે. નવી ફેકલ્ટી અને રહેવાસી ડોકટરોની ભરતી અને જોડાવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેથી કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતાએ એક એઇમ્સ જેવી ઉચ્ચ કક્ષાની એક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ ઉપલબ્ધ થાય. દર્દીની સંખ્યાના વિસ્તરણની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, પ્રક્રિયા હેઠળના ઉચ્ચતમ તબીબી, સર્જીકલ અને લેબોરેટરી સાધનો કાર્યરત છે.