રાજકોટઃ આટકોટમાં ગાયત્રીનગરમાં એક બાળક ઘર પાસે રમી રહ્યું હતું. જે દરમિયાન વીજ થાંભલાના અર્થિંગમાં કરંટ લાગતા આ બાળકને સારવાર અર્થે જસદણ લઈ જવામાં આવ્યો હતો. જ્યા ફરજ પર હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
સાણથલી ગામે રહેતા વિજય રાદડિયાનો અઢી વર્ષીય પુત્ર ભવ્ય આટકોટ તેના મામાના ઘરે આવ્યો હતો. બુધવારના રોજ ભવ્ય શેરીના અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. ત્યારે વીજ થાંભલાને અડકી જતા તેને કરંટ લાગ્યો હતો. જે કારણે તેને તાત્કાલિક સારવાર માટે જસદણ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર રહેલા ડૉક્ટર તેને મૃત જાહેર કર્યો હતો.