- જેતપુર તાલુકા પંચાયતની સત્તાની ધૂરા ભાજપના હાથમાં
- તાલુકા પંચાયતના પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત
- પ્રમુખ પદે ધારાગૌરીબેન ક્યાડા અને ઉપપ્રમુખ પદે કંચનબેન મકવાણાની નિમણૂક
રાજકોટઃ જેતપુર તાલુકા પંચાયતમાં ધારાગૌરીબેન ક્યાડાએ ભારતીય જનતા પાર્ટી તરફથી તેમજ અમિતાબેન સુરેશભાઈ પરમારે કોંગ્રેસ તરફથી ફોર્મ ભર્યું હતું. જેતપુર સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ જેતપુર તાલુકા પંચાયતનું પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત હોવાથી પ્રમુખનો તાજ કોના શિરે આવશે એ બાબતે ભારે ઉતેજના બાદ તાલુકા પંચાયત ખાતે ડેપ્યુટી કલેક્ટર રાજેશ આલની ઉપસ્થિતિમાં જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઇ હતી. જ્યારે ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ હતી તેમજ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન દંડક તેમજ પક્ષના નેતાના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ધંધૂકા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ
ડેપ્યુટી કલેક્ટરની ઉપસ્થિતિમાં યોજાઇ ચૂંટણી
ધારાગૌરીબેન ક્યાડા 15ની બહુમતી સાથે પ્રમુખપદે બિરાજમાન થયા હતા. જ્યારે જેતપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે કંચનબેન મકવાણા, કારોબારી ચેરમેન તરીકે ભાવનાબેન ખૂંટ, દંડક તરીકે હંસાબેન રાજુભાઈ બારૈયા તેમજ પક્ષના નેતા તરીકે પુનમબેનની વરણી કરવામાં આવી હતી. આ તકે રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મનસુખ ખાચરિયા, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન લલીત રાદડિયા સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ ઉપલેટામાં તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી બાદ ભાજપ પર લાગ્યા ગંભીર આક્ષેપ