ETV Bharat / state

કોરોના વેક્સીનને લઈને પૂર્વ તૈયારીઓ શરૂ કરાવતી રાજકોટ મનપા - Coron vaccine preparations in Gujarat

સમગ્ર દેશ કોરોના વેક્સીનની પ્રતીક્ષા કરી રહ્યો છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સીન આવ્યા પહેલા સંપૂર્ણ તૈયારીના ભાગરૂપે મોકડ્રીલ અંગેની ટ્રેનિંગ અને પ્રિપેરેશન શરૂ કરવામાં આવી છે.

રાજકોટ મનપા દ્વારા કોરોના વેક્સીનને લઈને મોકડ્રીલ અંગેની ટ્રેનિંગ અને પ્રિપેરેશન શરૂ

author img

By

Published : Dec 27, 2020, 3:23 PM IST

  • રાજકોટ મનપા દ્વારા કોરોના વેક્સીનને લઈને મોકડ્રીલ અંગેની ટ્રેનિંગ શરૂ
  • મેડીકલ ટીમો દ્વારા કોરોના વેક્સીનને લઈને ટ્રાયલ
  • 29 ડિસેમ્બર 2020ના રોજ મોકડ્રીલ કરવામાં આવશે

રાજકોટઃ સમગ્ર દેશ કોરોના વેક્સીનની પ્રતીક્ષા કરી રહ્યો છે. ત્યારે જુદી-જુદી મેડીકલ ટીમો દ્વારા કોરોના વેક્સીનને લઈને ટ્રાયલ ચાલી રહ્યા છે. ખુબ જ ટૂંકા સમયમાં સમગ્ર વિશ્વમાં કોરોના વેક્સીનની આવાની તૈયારીઓ જણાઈ રહી છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સીન આવ્યા પહેલા સંપૂર્ણ તૈયારીના ભાગરૂપે મોકડ્રીલ અંગેની ટ્રેનિંગ અને પ્રિપેરેશન શરૂ કરવામાં આવી છે. તેમજ તા 29 ડિસેમ્બર 2020ના રોજ મોકડ્રીલ કરવામાં આવશે.

રાજકોટ મનપા દ્વારા કોરોના વેક્સીનને લઈને મોકડ્રીલ અંગેની ટ્રેનિંગ અને પ્રિપેરેશન શરૂ
રાજકોટ મનપા દ્વારા કોરોના વેક્સીનને લઈને મોકડ્રીલ અંગેની ટ્રેનિંગ અને પ્રિપેરેશન શરૂ

મનપા દ્વારા વેક્સીન અંગેની પૂર્વ તૈયારીઓ શરૂ

સમગ્ર ભારતમાં 4 રાજ્યોમાં પ્રથમ તબક્કાની વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવનારી છે. જેમાં આસામ, ગુજરાત, પંજાબ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થયો છે. જ્યારે સમગ્ર ગુજરાતમાંથી ગાંધીનગર અને રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સીન અંગેની પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

5 સ્થળોને પ્રાઇમરી વેક્સીન આપવાની પસંદગી કરાઇ

રાજકોટ શહેરના 5 સ્થળોને પ્રાઇમરી વેક્સીન આપવા અંગે પસંદગી કરવામાં આવી છે, જેમાં (૧)પદ્મકુંવરબા હોસ્પિટલ, (૨) સ્ટર્લિંગ હોસ્પિટલ, (૩) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, (૪) શેઠ હાઈસ્કૂલ, 80 ફૂટ રોડ અને (૫) શાળા નં. 32 નો સમાવેશ થાય છે. તમામ સ્થળોએ મેડીકલની ટીમ દ્વારા મોકડ્રીલ શરૂ કરવામાં આવશે છે.

સર્વે કરી એકત્ર કરાયેલા ડેટા પ્રમાણે લોકોને બોલવવામાં આવશે

મનપા દ્વારા સર્વે કરી એકત્ર કરાયેલા ડેટા પ્રમાણે લોકોને બોલાવવામાં આવશે, પસંદગી કરાયેલા 5 સ્થળોએ ત્રણ રૂમમાં વ્યવસ્થા રાખવામાં આવશે. પ્રથમ વેઇટિંગ રૂમ, દ્વિતીય વેક્સીનેશન રૂમ અને ત્રીજો ઓબ્ઝર્વેશન રૂમ, જેમાં પ્રથમ રૂમમાં આવનારા વ્યક્તિના ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે અને વ્યક્તિએ SMSનું પાલન કરવાનું રહેશે. દ્વિતીય રૂમમાં વેક્સીન આપવાની પ્રક્રિયા અને ખાસ બનાવેલ co-win સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવશે અને ત્યારબાદ ત્રીજા રૂમમાં વેક્સીન લેનારાને 30 મીનીટ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને ત્યાં પણ વ્યક્તિએ SMS (S-સેનીટાઈઝ, M-માસ્ક, S-ફીઝીકલ ડિસ્ટન્સ)નું પાલન કરવાનું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.