- હવામાન વિભાગ દ્વારા 15 જૂનથી ચોમાસાની શરૂઆત કરાઇ
- વરસાદની આગમચેતીના ભાગરૂપે હવે પ્રિમોન્સુન કામગીરી શરૂ કરાઇ
- પંદર દિવસથી રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં ટીમ દ્વારા સર્વે કરાયો
રાજકોટ : દેશમાં કોરોનાની બીજી લહેર પછી આગામી 15 જૂનથી ચોમાસાની શરૂઆતની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વરસાદની આગમચેતીના ભાગરૂપે હવે પ્રિમોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના માટે છેલ્લા પંદર દિવસથી રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે.
વરસાદને 2,466 જર્જરિત મકાનો તેમજ બિલ્ડીંગોને પણ મનપા દ્વારા નોટિસ જાહેર કરાઇ
જે જગ્યાએ વરસાદી પાણી ભરાવાની શક્યતા હોય ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પણ મનપા દ્વારા જો વધુ વરસાદ આવે તો તે લોકોને અન્ય સ્થળે ખસેડવા માટે સ્થળની પસંદગી સહિતની કામગીરી હાલ કરાઈ રહી છે. જ્યારે ભારે વરસાદને લઇને 2,466 જર્જરિત મકાનો તેમજ બિલ્ડીંગોને પણ મનપા દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે. જેનાથી વરસાદ દરમિયાન મોટી જાનહાનિ થતી અટકાવી શકાય છે.
આ પણ વાંચો : નડિયાદમાં વરસાદના 24 કલાક બાદ પણ વિવિધ વિસ્તારો હજી પાણીમાં ગરકાવ
ચોમાસાની ઋતુ વહેલી શરૂ થાય તેવા અહેવાલો આવી રહ્યા
રાજકોટમાં કુલ નાના 29 અને મોટા 23 વોંકળાઓ આવેલા છે. આ વોંકળાની સફાઈની કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ થાય તે માટે કામગીરી ચાલી રહી છે. આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની છે. તેમજ આ વખતે ચોમાસાની ઋતુ વહેલી શરૂ થાય તેવા અહેવાલો આવી રહ્યા છે. જેથી ચોમાસા દરમિયાન જે-જે વિસ્તારોમાં પાણી ભરવાના તેમજ શહેરના તમામ વોંકળાઓની સફાઈ થાય તે જરૂરી છે.
કુલ 11 નાના અને 08 મોટા વોંકળાની સફાઈ કામગીરી કરાવામાં આવી
શહેરમાં પૂર્વ ઝોનમાં નાના 12, મોટા 06, સેન્ટ્રલ ઝોનમાં નાના 13, મોટા 10, પશ્ચિમ ઝોનમાં નાના 04, મોટા 07, કુલ નાના 29 અને મોટા 23 વોંકળાઓ આવેલા છે. આ વોંકળાની સફાઈની કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ થાય તે માટે કામગીરી ચાલી રહી છે.
એમ કુલ 11 નાના અને 08 મોટા વોંકળાની સફાઈ કામગીરી કરાવામાં આવેલી છે.
આ પણ વાંચો : વડોદરામાં પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી ન કરાતા રહીશોની મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત
કુલ 1,154 ટન કચરો કાઢવામાં આવ્યો છે
આ વોંકળાની સફાઈમાં કરવામાં આવી છે. કુલ 12200/45050 મીટર કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. આજ સુધી 101 ડમ્પરના તેમજ 144 ટેક્ટરના ફેરા મળી કુલ 1,154 ટન કચરો કાઢવામાં આવેલો છે. પહેલા આ કામગીરી પૂર્ણ થાય તે માટે દરેક ઝોનમાં 2 JCB ફાળવવામાં આવેલા છે.
તમામ વોર્ડમાં ડ્રેનેજમાં સફાઈની કામગીરી પણ શરૂ કરી દીધી
રાજકોટ શહેરના 19 વોંકળાની સફાઈની કામગીરી પૂરી થઇ ચૂકી છે અને બાકીના વોંકળાની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરના તમામ વોર્ડમાં ડ્રેનેજમાં સફાઈની કામગીરી પણ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત ચોમસા દરમિયાન નીચાણ વાળા વિસ્તાર તથા નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાય છે. તેવા વિસ્તારમાં લોકોને મુશ્કેલી ન પડે તે રીતે કામગીરી શરૂ કરવા આવી રહી છે.