ETV Bharat / state

Rajkot Civil Hospital : રાજકોટ સિવિલમાં દારૂ પીને દર્દીઓની તપાસ કરતો ડૉક્ટર ઝડપાયો - Drunk Doctor of Rajkot Civil Hospital

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દારૂ પીને દર્દીઓની તપાસ કરતો ડૉક્ટર (Pradyuman Nagar Police arrested Drunk Doctor) ઝડપાયો હતો. પ્રદ્યુમનનગર પોલીસને આ મામલે જાણ થતાં પોલીસે ત્યાં તપાસ કરી હતી.

Hospital Controversy: રાજકોટ સિવિલમાં દારૂ પીને દર્દીઓની તપાસ કરતો ડૉક્ટર ઝડપાયો

author img

By

Published : Feb 7, 2023, 5:18 PM IST

તપાસ કમિટીનો રિપોર્ટ 24 કલાકમાં આવશે: અધિક્ષક

રાજકોટઃ સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એવી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. અહીં ફરજ દરમિયાન એક તબીબ દારૂ પીધેલી હાલતમાં દર્દીઓની તપાસ કરતો ઝડપાયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસે અહીં આવીને તપાસ શરૂ કરી હતી. જ્યારે સિવિલ હોસ્પિટલમાં તબીબ જ દારૂના નશામાં ફરજ ઉપર આવવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. નશાની હાલતમાં ઝડપાયલો તબીબ 11 માસના કરાર આધારિત છે.

આ પણ વાંચો કોરોનાને પહોંચી વળવા રાજકોટ સિવિલ હોસ્પિટલ સજ્જ, 100 બેડનો વોર્ડ તૈયાર કરાયો

દારૂના નશામાં તબીબ દર્દીઓની કરતો તપાસઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડીકલ ઑફિસર તરીકે ફરજ બજાવતો ડૉ. સાહિલ ખોખર નશાની હાલતમાં હતો. તેની જાણ પોલીસને થતા પોલીસે હોસ્પિટલમાં જઈને તપાસ કરી હતી. તે દરમિયાન ફરજ પર રહેલો ડૉ. સાહિલ કેફી પીણું પીધેલી હાલતમાં મળ્યો હતો. જ્યારે તેના કબાટની તપાસ કરાઈ તો તેમાંથી પણ દારૂ મળી આવ્યો હતો. આ મામલે રાજકોટ પ્રદ્યુમન નગર પોલીસે પોલીસ ફરિયાદ નોંધી હતી. આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં ફરજ પર રહેલા તાબીબ જ નશાની હાલતમાં દર્દીઓની તપાસ કરતા હોવાની ઘટના સામે આવતા ફરી એક વખત સિવિલ તંત્ર ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે.

તપાસ કમિટીનો રિપોર્ટ 24 કલાકમાં આવશે: અધિક્ષકઃ આ ઘટના અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. એસ. પી. રાઠોડે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના તબીબ દ્વારા કરાયેલી આ ઘટનામાં સત્ય પૂરવાર થશે. તેની સામે કડક પગલાં લેવામાં આવશે. જ્યારે કેફી દ્રવ્યો સાથે ફરજ કરવી એ ગુનો બને છે. ત્યારે આ ઘટના સાબિત થશે તો તબીબ વિરુદ્ધ ફરજ મોકૂફ અથવા સસ્પેન્શનની કાર્યવાહી પણ થઈ શકે છે. જ્યારે આ ઘટનાના તથ્ય માટે અમે તપાસ કમિટી નિમણૂક કરી છે. જે આગામી 24 કલાકમાં અમને રિપોર્ટ આપશે અને આ મામલે અમે કાર્યવાહી કરીશું.

આ પણ વાંચો રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ

અગાઉ પણ હોસ્પિટલ આવી છે વિવાદોમાંઃ રાજકોટ સિવિલ હોસ્પિટલને સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માનવામાં આવે છે. આવામાં હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રભરમાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવે છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના સામે આવતા દર્દીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલ અગાઉ પણ ઘણા વિવાદોમાં આવી ચૂકી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.