ETV Bharat / state

ગોંડલમાં વીજ સપ્લાય કલાકોથી બંધ રહેતા શાસક પક્ષના નેતાએ અડધી રાત્રે વીજ અધિકારીઓને ઉધડા લીધા - police

લોકડાઉન સાથે ગરમીના આ કપરા સમયમાં પાવર સપ્લાય વગર પાંચ મિનિટ વિતાવવી પણ મુશ્કેલ બનતી હોય છે, ત્યારે ઉમવાડા ચોકડી પાસે રમાનાથ ધામ મંદિરની બાજુમાં રહેતા ગરીબ પરિવારોનો વીજ સપ્લાય કલાકોથી બંધ હોય અનેક ફરિયાદો કરવા છતાં પણ અધિકારીઓ ગાંઠતા ન હતા. તેથી પાલિકાના શાસક પક્ષના નેતા દોડી જઇ મોડી રાત્રે જ સમગ્ર વીજતંત્રને ઉધડુ લઈ પાવર સપ્લાય શરૂ કરાવ્યો હતો.

વીજ સપ્લાય કલાકોથી બંધ થતા શાસક પક્ષના નેતા રાત્રે વીજ કચેરીએ ઘસી ગયા

author img

By

Published : May 4, 2020, 11:50 AM IST

Updated : May 4, 2020, 11:58 AM IST

રાજકોટ : જિલ્લાના ગોંડલમાં ઉમવાડા ચોકડી પાસે રહેતા ગરીબ પરિવારના ઝૂપડા પાસે ગત સાંજે વીજ ફોલ્ટ સર્જાતા પાવર સપ્લાય બંધ થવા પામ્યો હતો. જેના પગલે સ્થાનિકો સહિત અનેક ફરિયાદો કરવા છતાં પણ તંત્રએ ધ્યાન આપ્યું ન હતું અને કચેરીના સિક્યુરિટી મેને "ઊલટા ચોર કોટવાલ કો ડાટે " તેવું યથાર્થ કરી ગરીબોને પોલીસ હવાલે કરવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાની જાણ પાલિકાના શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાને થતા તેઓ મોડી રાત્રે વીજ કચેરી ખાતે દોડી ગયા હતા અને પથારીઓ પાથરી પંખાની હવામાં મીઠી નીંદ્રા માણતા કર્મચારીઓને જગાડ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓને મોબાઇલ ફોન કરી ઉધડા લીધા હતા. સવારે પાંચ કલાકે વીજ પુરવઠો શરૂ કરીને જ ઝંપ્યા હતા.

વીજ સપ્લાય કલાકોથી બંધ થતા શાસક પક્ષના નેતા રાત્રે વીજ કચેરીએ ઘસી ગયા
ભરનીંદ્રામાં સ્થાનિકો
ભરનીંદ્રામાં સ્થાનિકો
આ તકે રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે "શ્રીમંતોના બંગ્લામાં એસીની હવા ફૂંકાઇ છે અને ગરીબોના ઝૂંપડામાં પંખો પણ દોહિલો" જેવો ઘાટ ગોંડલમાં ઘડાવા પામ્યો હતો. બે-બે મહિલાઓ સગર્ભા હોવા છતાં પણ વીજતંત્ર ગરીબોની મુશ્કેલી સામે જોયું ન હતું તેથી જ મોડી રાત્રે સમગ્ર તંત્રને ઉધડો લેવાની ફરજ પડી હતી.
શાસક પક્ષના નેતા

Last Updated : May 4, 2020, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.