ETV Bharat / state

પોરબંદર સાંસદ દ્વારા ખેતી વિષયક ધિરાણનું વ્યાજ ભરી રીન્યુ બાબતે સરકારને ફરી એકવાર રજૂઆત - પોરબંદર લેટેસ્ટ ન્યૂઝ

પોરબંદર સાંસદ રમેશ ધડુક દ્વારા ગત્ત તા 23-4-20 ના રોજ રાજ્ય સરકારને પત્ર લખી ખેતી વિષયક ધિરાણનું વ્યાજ ભરી રીન્યુ બાબતે રજુઆત કરવામાં આવી હતી. જેનો કોઈ જવાબ ન આવતા રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલને ફરી રજુઆત કરાઈ છે.

Etv Bharat, Gujarati News, Ramesh Dhaduk News
Ramesh Dhaduk
author img

By

Published : May 22, 2020, 1:31 PM IST

રાજકોટઃ કોરોના સંકટ વચ્ચે પરેશાન ખેડૂતોને મદદ કરવા માટે પોરબંદરના સાંસદ રમેશ ધડુકે રાજ્ય સરકારને પત્ર લખીને ખેતી વિષયક ધિરાણનું વ્યાજ ભરી રીન્યુ બાબતે રજૂઆત કરી હતી. તેમ છતાં કોઇ જવાબ ન મળવાથી તેમના દ્વારા ફરી એકવાર રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલને રજૂઆત કરવામાં આવી છે.

સાંસદ રમેશ ધડુક દ્વારા જણાવાયું હતું કે, હાલમાં છેલ્લા ત્રણ મહિનાથી જાણે જીવન થંભી ગયું છે. કોઈને પણ કોઈ પ્રકારની રોજગારી ઉત્પન થાય તેવું કોઈ કાર્ય થઈ શકતું નથી તો ધરતીપુત્ર અને તેઓ પોતાની ખેત પેદાશ સિવાય બીજી કોઈ આવકનું સાધન ન હોવાથી તેમની હાલતો સૌથી વધારે દયનીય બની છે, ત્યારે સરકાર દ્વારા તેમને દર વર્ષે ખેતી વિધ્યક ધીરાણ આપવામાં આવે છે જે તેમના માટે જીવાદોરી બની જાય છે. પરંતુ હાલ આ જ જીવાદોરી તેમને માટે મોટી મુશ્કેલી સાબિત થઈ છે, કેમ કે એક તરફ લોકડાઉનને કારણે તૈયાર ઉભો પાક વેચી પણ નથી શકતા, ઉપરાંત ગયા વર્ષે વધારે વરસાદને કારણે ખેતીમાં પણ ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.

Etv Bharat, Gujarati News, Ramesh Dhaduk News
ખેતી વિષયક ધિરાણ નું વ્યાજ ભરી રીન્યુ બાબતે સરકારને ફરી રજુઆત

જેથી આ વર્ષે અમુક ખેડુતોને પાક તૈયાર છે પણ કોરોનાના કારણે વેચાણ સરખું થતું નથી. તો બીજી તરફ વિસ્તારમાં બે વાર થયેલા કમોસમી વરસાદને કારણે પણ ખેડુતોને તૈયાર પાકમાં પણ મોટું નુકસાન થવા પામ્યું છે. ચાલુ વર્ષે ખેડૂતોને ખેતી વિષયક ધિરાણ ભરવાની તારીખ 31-5-2020 આપવામાં આવી છે તેના બદલે જો ખેડૂતોને માત્ર વ્યાજ ભરીને એક વર્ષ માટે ધિરાણની રકમ રિન્યુ કરી આપવામાં આવે તો ખેડૂતો માટે આ એક જીવાદોરી સાબિત થશે.

આ ઉપરાંત તેમણે આ વિષયને ધ્યાને લઈને ખેડૂતલક્ષી નિર્ણય કરવામાં આવે તેવી અંતમાં માંગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.