રાજ્યમાં અને દેશના અનેક દુષ્કર્મના બનાવ સામે આવી રહ્યાં છે, ત્યારે રાજકોટમાં ચાર દિવસ પહેલા દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જેના આરોપી હરદેવ મશરૂ માંગરોળિયાને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડયો હતો. જેના પોલીસ દ્વારા રિમાન્ડ મેળવ્યા બાદ જે સ્થળ પર ઇસમે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું તે સ્થળે લઈ જવાયો હતો અને સમગ્ર ઘટનાનું રિકન્ટ્રકસન કરાવ્યું હતું. તે સમયે પોલીસે હરદેવને ઘટના સ્થળે લઈ જઈને કાયદાના પાઠ પણ ભણાવ્યા હતાં.
દુષ્કર્મના આરોપીને રિકન્સ્ટ્રક્સન માટે લઇ આવતા તેને જોવા માટે ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. તેમજ લોકો પણ આરોપીને ફાંસીની સજા થાય તેવી માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ બાર એસોસિએશનના વકીલો દ્વારા પણ દુષ્કર્મના આ આરોપીનો કેસ ન લડવાનો ઠરાવ પસાર કરી તેઓ પણ ઈસમને ફાંસીની સજાની માગ કરી રહ્યા છે.