ETV Bharat / state

પોલીસની દારૂ પાર્ટી પર પોલીસની રેડ, પોલીસની બાતમી પર 8 પોલીસ ઢીંચેલા ઝડપાયા

રાજકોટ: રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં SOGના નિવૃત્ત ASIની એક બર્થ-ડે પાર્ટી રાખવામાં આવી હતી. જેમાં પોલીસ જ દારૂ પી રહી છે. એવી પોલીસની જ બાતમીને આધારે પોલીસે રેડ કરી હતીં. જ્યાં 8 પોલીસ પીધેલા મળ્યા હતાં. જેમાં 30ના બ્લડ ટેસ્ટ કરાયા છે. જિલ્લાના ક્રિષ્ના વોટર પાર્કમાં SOGના એક નિવૃત્ત અધિકારી રાજભા વાઘેલાની પાર્ટીમાં પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકો નશાની હાલતમાં હોવાની શંકાના આધારે પોલીસે દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં આ લોકો ઝડપાયા હતાં.

ક્રિષ્ના વોટર પાર્કમાં નિવૃત અધિકારીની પાર્ટીમાં પોલીસના દરોડા
author img

By

Published : Sep 19, 2019, 11:25 PM IST

Updated : Sep 20, 2019, 9:16 AM IST

રાજકોટઃ ચોટીલા- અમદાવાદ હાઇવ પર આવેલ નામાંકિત ક્રિષ્ના વોટર પાર્કમાં નિવૃત પોલીસ અધિકારીની બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન રાજકોટ પોલીસને બાતમી મળી હતી કે બર્થડે પાર્ટીમાં વિદેશી દારૂની મહેફિલ ચાલે છે. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન બર્થડે પાર્ટીમાં 30 જેટલા લોકો મળી આવ્યા હતા. જેમાંથી પોલીસ તપાસમાં 10 લોકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસ દરોડા દરમિયાન વોટર પાર્કમાંથી દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. પોલીસના નિવૃત અધિકારી રાજભા વાઘેલા દ્વારા બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે પોલીસ અધિકારીની પાર્ટીમાં મોટાભાગના નિવૃત પોલીસ કર્મીઓ હાજર હતા. જ્યારે પોલોસની તપાસમાં એક પણ પોલીસ કર્મી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો નથી.

રાજકોટના ક્રિષ્ના પાર્કમાં હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી, 10 નશાની હાલતમાં ઝડપાયા

નિવૃત અધિકારીની પાર્ટીમાં કેટલાક પોલીસ અધિકારીઓ નશાની હાલતમાં હોવાની શંકાના આધારે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. ઉચ્ચ પોલીસ કર્મચારીઓ આ પાર્ટીમાં સામેલ હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે. આ મામલે આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે ક્રિષ્ના વોટર પાર્ક ભાજપના અગ્રણી હરીભાઇ પટેલનું છે.

Intro:Body:

ક્રિષ્ના વોટર પાર્કમાં નિવજત અધિકારીની પાર્ટીમાં પોલીસના દરોડા 

રાજકોટ: જિલ્લાના ક્રિષ્ના વોટર પાર્કમાં SOGના એક નિવૃત્ત અધિકારી રાજભા વાઘેલાની પાર્ટીમાં પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકો નશાની હાલતમાં હોવાની શંકાના આધારે પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. 

નિવૃત અધિકારીની પાર્ટીમાં કેટલાક પોલીસ અધિકારીઓ પાર્ટી કરવા પહોંચ્યાં હતાં. જે પાર્ટીમાં પોલીસ કર્મીઓ નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. ઉચ્ચ પોલીસ કર્મચારીઓ આ પાર્ટીમાં સામેલ હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે ક્રિષ્ના વોટર પાર્ક ભાજપના અગ્રણી હરીભાઇ પટેલનું છે.

Conclusion:
Last Updated : Sep 20, 2019, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.