ETV Bharat / state

ગોંડલ નગરપાલિકાને હિન્દુ મંદિર ગણાવી ખોટો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ

મુંબઈના એક શખ્સ દ્વારા ગોંડલ નગરપાલિકાની કચેરીને હિન્દુ મંદિર ગણાવી પોલીસ દ્વારા સપોર્ટ કરવામાં આવતો હોવાનું જણાવી ફેસબુકમાં ખોટો વીડિયો વાયરલ કરવામાંં આવ્યો હતો. બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરાતા શખ્સ વિરુદ્ધ પોલીસ દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યો છે.

નગરપાલિકાને હિન્દુ મંદિર ગણાવી ખોટો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ

author img

By

Published : Apr 5, 2020, 11:21 PM IST

Updated : Apr 6, 2020, 6:05 PM IST

રાજકોટઃ ગોંડલ નગરપાલિકાને હિન્દુ મંદિર ગણાવી પોલીસની મદદથી લોકો ભેગા થયાનો ખોટો વીડિયો ફેસબુકમાં વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે. નગરપાલિકા કચેરીએ ફેરિયાઓ, રીક્ષા ચાલકો અને શાકભાજી વેચતા માણસોને નગરપાલિકા તરફથી રૂપિયા 220 સહાય આપવામાં આવતી હોવાની અફવા ફેલાઈ હતી.

સમગ્ર દેશમાં લોકડાઉનનું પાલન થઈ રહ્યું છે ત્યારે મુંબઈના એક શખ્સ દ્વારા ગોંડલ નગરપાલિકાની કચેરીને હિન્દુ મંદિર ગણાવી પોલીસ દ્વારા સપોર્ટ કરવામાં આવતો હોવાનું જણાવી ફેસબુકમાં ખોટો વીડિયો વાયરલ કરવામાંં આવ્યો હતો. બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરાતા શખ્સ વિરુદ્ધ પોલીસ દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના મુંબઈ ખાતે રહેતા ફેઝાન ખાન નામના શખ્સે ફેસબુક એકાઉન્ટ પર ગોંડલ નગરપાલિકાને હિન્દુ મંદિર ગણાવી ભીડ એકઠી કરવામાં પોલીસનો સપોર્ટ હોવાનો ખોટો વિડીયો ફેસબુક ઉપર વાયરલ કર્યો હતો. બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરાતા સીટી પી.એસ.આઇ બીપી ઝાલા દ્વારા ફૈઝાન વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઘટનાની વિગતો મુજબ ત્રણ દિવસ પહેલા ગોંડલ નગરપાલિકા કચેરીએ ફેરિયાઓ, રિક્ષાચાલકો અને શાકભાજી વેચતા માણસોને પાલિકા તરફથી રૂપિયા આપવામાં આવી રહ્યા હોવાની અફવા ફેલાતા લોકોના ટોળા એકઠા થયા હતા. ટોળાને દૂર કરવા પોલીસ પણ દોડી આવી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેનો દુરપયોગ કરનાર શખ્સ સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Apr 6, 2020, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.