ETV Bharat / state

PM Modi Rajkot: રાજકોટમાં ત્રણ માળની અતિઆધુનિક લાયબ્રેરીનું કરાશે લોકાર્પણ, આવી છે વિશેષતા - PM Modi library

રાજકોટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 27 અને તારીખ 28 ગુજરાતના પ્રવાસે છે. ત્યારે પીએમ મોદી 27તારીખના રોજ રાજકોટમાં અંદાજિત રૂપિયા 2 હજાર કરોડ કરતાં વધારે કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. જેમાં રાજકોટના વોર્ડ નંબર 6માં નિર્મિત રૂપિયા 8.39 કરોડમાં ખર્ચે તૈયાર કરવામાં આવેલી લાયબ્રેરીનું લોકાર્પણ કરશે. ત્યારે આ વિસ્તારના વાચક પ્રેમીઓને લાયબ્રેરીનો સીધો લાભ મળશે.

પીએમ મોદી રાજકોટમાં ત્રણ માળની અતિઆધુનિક લાયબ્રેરીનું કરશે લોકાર્પણ, જાણો શું છે વિશેષતા

author img

By

Published : Jul 26, 2023, 1:35 PM IST

રાજકોટ: રાજકોટના વોર્ડ નંબર 6માં મનપા દ્વારા રૂપિયા 8.39 કરોડના ખર્ચે આ લાયબ્રેરી બનાવમાં આવી છે. આ ત્રણ માળની લાઇબ્રેરીમાં વાચનપ્રેમીઓ માટે પુસ્તકોના વિશાળ ખજાના સાથે, કલા-સાહિત્યલક્ષી પ્રવૃત્તિઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે. જેમાં ગોવિંદ બાગ પાસે, 1596 ચોરસ મીટર જેવી વિશાળ જગ્યામાં ત્રણ માળની લાઈબ્રેરીનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ લાઈબ્રેરીમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના વિવિધ વિષયો જેવા કે સાહિત્ય ફિલોસોફી, ધર્મ, સામાજિક શાસ્ત્રો, વિવિધ ભાષાઓ, ટેક્નોલૉજી, વિજ્ઞાન વગેરે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકો, દિવ્યાંગોના પુસ્તકો, સંદર્ભ ગ્રંથો મળીને 33 હજાર જેટલા પુસ્તકો છે. આ સાથે ઓનલાઇન ડેટા એક્સેસ કેટલોગ, ઓનલાઈન ઈ-બુક, ઈ-જર્નલ વગેર સુવિધા છે. રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પણ અહીં વિશાળ સ્ત્રોતની સુવિધા ઊભી કરાઈ છે.

આવી છે વિશેષતા
આવી છે વિશેષતા

યુવાનોને થશે લાભ: જ્યારે વિસ્તારમાં લાયબ્રેરીનું નિર્માણ થતાં અહી વિદ્યાર્થીઓ-યુવાનો સિવિલ સેવા તેમજ સરકારી સેવામાં જોડાવા માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોય છે. ત્યારે અહીં યુ.પી.એસ.સી./જી.પી.એસ.સી. તથા અન્ય ઉચ્ચ અભ્યાસની તૈયારી માટે સ્ટુડન્ટ સ્ટડી કોર્નરની વ્યવસ્થા નિર્માણ કરાઈ છે. બહેનો, બાળકો તથા વિદ્યાર્થીઓને ઉપયોગી એવી વિવિધ વાચન સામગ્રી, એજ્યુકેશનલ જનરલ નોલેજ, જિયોગ્રાફી, સ્પોર્ટ્સ, જ્યોતિષ, ધર્મ, પઝલ્સ, યોગ તથા આરોગ્ય વિષયક વિવિધ 200 જેવા મેગેઝીન તથા 20 જેવા વર્તમાનપત્રો આ લાઇબ્રેરીમાં વાંચવા મળશે.અહીં ઈ-લાઇબ્રેરી, વાઇફાઇ સેવાઓ, ઓનલાઇન પબ્લિક એક્સેસ, કરંટ એક્સેસ સર્વિસ, રેડી રેફરન્સ સર્વિસ, જનરલ વાંચનાલય, વિદ્યાર્થી વાંચનાલય, મેગેઝીન ક્લબ સેવા, ઝેરોક્ષની સુવિધા, ડિજિટલ લાયબ્રેરી સેવા, ઇન્ટરનેટ સર્ચ જેવી સેવાઓ પણ મળશે.

પીએમ મોદી રાજકોટમાં ત્રણ માળની અતિઆધુનિક લાયબ્રેરીનું કરશે લોકાર્પણ

બાળસાહિત્ય ઉપલબ્ધ: બાળકોની કલ્પનાશક્તિ અને વિચારવાની ક્ષમતામાં વધારો થાય, તે માટે વિવિધતાસભર બાળસાહિત્ય પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, બાળકો માટે બોર્ડ, લર્નિંગ ગેમ્સ, વુડન તેમજ સોલ્યુશન વગેરે પઝલ, વિવિધ રમતો, મ્યુઝિકલ બેટરી ઓપરેટેડ રમકડાં વગેરે જેવા ૧૯૦૦થી વધુ પઝલ્સ અને રમકડાંઓનો ખજાનો પણ અહીં છે. લાયબ્રેરીમાં મિનિ થિયેટર નિર્માણ પણ કરાયું છે. બાળફિલ્મ શો, ડોક્યુમેન્ટરી શો, વર્કશોપ, બુક રીવ્યૂ, બુક ટોક, ક્વિઝ કોમ્પિટિશન, સેમિનાર, કાઉન્સેલિંગ, કાવ્ય પઠન, ફિલ્મ રીવ્યૂ, પ્રસિદ્ધ ફિલ્મોના શો તેમજ વિવિધ સ્પર્ધાના આયોજન સાથે લોકોને મનોરંજન સાથે જ્ઞાન પીરસવામાં આવશે.

  1. Modi in Rajkot: મોદીના હસ્તે લોકાર્પણ થનારો બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બન્યો, જુઓ આકાશી નજારો
  2. Rajkot News: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ વખત એરફોર્સના બોઇંગ પ્લેનનું સફળ લેન્ડિંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.