રાજકોટ: રાજકોટના ઉપલેટા રેલવે સ્ટેશન પર એક વ્યકતિની લાપરવાહીએ તેનો જીવ લીધો હતો. ચાલુ ટ્રેનથી ઉતરવાના પ્રયાસમાં ઉપલેટા રેલવે સ્ટેશન પર પરિવારના સદસ્યને છોડવા આવેલા એક વ્યક્તિને અકસ્માત નડ્યો હતો. ચાલુ ટ્રેન પરથી ઉતરતી વખતે થયેલા અકસ્માતમાં વ્યક્તિનું કરૂણ મોત થયું હતું. પરિવારના સભ્યોને ટ્રેનમાં ચઢાવ્યા બાદ નીચે ઉતરતા વખતે સમગ્ર ઘટના બનવા પામી હતી. પરિવારના સદસ્યના મૃત્યુથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી હતી.
ચાલુ ટ્રેનમાંથી ઉતારતા નડ્યો અકસ્માત: ઉપલેટા રેલવે સ્ટેશન પરથી સપ્તાહમાં એક વખત ચાલતી પોરબંદર સાંત્રાગાચી ટ્રેનમાં નાગપુર જવા માટે ધોરાજીના પરિવાર ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે ટ્રેન મુસાફરી માટે મૂકવા આવેલ વ્યક્તિનું અકસ્માતે મોત થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં પરિવારના સભ્યોને ટ્રેનમાં ચડાવ્યા બાદ ધોરાજીના 52 વર્ષીય મલેક અલ્તાફ અઝીઝ નામના વ્યક્તિ ટ્રેનમાંથી ઉતરતા હતા તે દરમિયાન અકસ્માતે પટકાયા હતા. ટ્રેનમાંથી પટકાયા બાદ પ્લેટફોર્મ નીચે પડી જતા અથડાયા હતા જેમાં અથડાયા બાદ તેમને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો Godrej Garden City Fire Accident: ઈડન બ્લોકમાં ચોથા માળે આગ, મહિલાનું મૃત્યું
અકસ્માતમાં ઘટનાસ્થળે મોત: ઉપલેટા રેલવે સ્ટેશનમાં ટ્રેન ઉપડી ત્યારે અકસ્માતે બનેલી આ ઘટના અંગેની જાણ થતાં રેલવે સ્ટાફ તુરંત દોડી આવ્યો હતો અને ઘટના અંગે તરત ઉપલેટા રેલવે સ્ટાફ દ્વારા 108ની ટીમને જાણ કરી હતી. ઘટના અંગેની જાણ થતા 108ની ટીમ ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા. અકસ્માતના ભોગ બનેલા વ્યક્તિને 108ની ટીમ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો Newborn abandoned case: કચરામાં ફેંકી દીધેલા બાળકને માતાએ સ્વીકાર્યું, ફેંકવા પાછળનું કારણ ઉઘડ્યું
પરિવારજનોમાં શોકની લાગણી: ધોરાજીના પરિવારને નાગપુર જવા માટે મૂકવા આવેલા વ્યક્તિનું ઉપલેટા રેલ્વે સ્ટેશન ખાતે અકસ્માતે મોત થતા પરિવાર પર આભ ફાટ્યું હતું. મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને રેલવે તેમજ પોલીસ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.