રાજકોટઃ જંગલેશ્વર વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા જંગલેશ્વર વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે. તેમજ બને એટલા વધુ લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, અને મોટાભાગના લોકોને કોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.
જ્યારે બીજી તરફ રાજકોટ પોલીસ પણ વધુ એલર્ટ થઈ છે અને આ કોરેન્ટાઈન કરેલા લોકો કોરેન્ટાઈનનો ચુસ્તપણે અમલ કરે તે માટે આધુનિક વ્યવસ્થા શોધી કાઢી છે.
રાજકોટ પોલીસ દ્વારા સેફ નામની એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેમાં જે પણ રાજકોટના પરિવારના લોકો હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.. તે તમામનો ડેટા નાખવામાં આવ્યો છે અને આ કોરેન્ટાઈન પરિવાર દ્વારા આ એપ પરથી પોતાની ઓનલાઈન હાજરી પુરવાની રહેશે, જેને લઈને તેમનું કરંટ લોકેશન પોલીસને મળી શકે.
આ માટે પોલીસ દ્વારા જે પણ કોરેન્ટાઈન પરિવાર છે. તેમના સભ્યોને એપનો ઉપયોગ કેમ કરવો તે શીખવાડી રહ્યું છે. જેના કારણે તેમને ઓનલાઈન હાજરી સહેલાઇથી પુરી શકે. હાલ રાજકોટના દિનપ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી છે.