ETV Bharat / state

ટેકાના ભાવે ખરીદાતી મગફળીના વજનમાં છેતરપિંડી થતાં ખેડૂતો રોષે ભરાયા - મગફળીના વજનમાં છેતરપિંડી થતા ખેડૂતો રોષે ભરાયા

રાજકોટઃ ગોંડલના નવા માર્કેટીંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવતી હોય જેના વજનમાં ખેડૂતોને 300થી 500 ગ્રામ વધુ દેવાની ફરજ પાડવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠતા ઉહાપોહ મચી ગયો હતો.

રાજકોટઃ
રાજકોટઃ
author img

By

Published : Dec 4, 2019, 2:59 AM IST

માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી વેચવા આવેલ શ્રીનાથગઢના ખેડૂત ભાવેશભાઈ સાવલીયાએ રોષ સાથે જણાવ્યું હતું કે, ટેકાના ભાવે ખરીદાતી મગફળી પાંચ જેટલા જુદા જુદા કાંટામાં વજન કરવામાં આવે છે. દરેક કાંટામાં મગફળીનો વજન જુદો-જુદો બતાવે છે. 750 ગ્રામનું બરદાન છે અને 31 કિલો નેટ મગફળી ભરવાની થાય છે જેના કારણે 300થી 500 ગ્રામ વધુ મગફળી અમારે આપવાની ફરજ પડે છે અમારી ફરિયાદને સરકારી અધિકારીઓ ગાંઠતા પણ નથી.

ટેકાના ભાવે ખરીદાતી મગફળીના વજનમાં છેતરપિંડી થતા ખેડૂતો રોષે ભરાયા
ગુંદાસરાથી મગફળી વેચવા આવેલ કુલદીપસિંહ જણાવ્યું હતું કે, વહેલી સવારના ચાર વાગ્યાના યાર્ડમાં આવી ગયા છીએ અધિકારીઓ મોડા મોડા આવે છે અને સેમ્પલ પણ લેતા નથી મગફળીમાં ભેજ છે તેવા ખોટા બહાના બતાવે છે અને બપોર બાદ જો બે હજાર રૂપિયાની ગુલાબી નોટ આપવામાં આવે તો તુરત જ મગફળી ખરીદીના કામ શરૂ થઈ જાય છે અને વજન કાટામાં ફેર આવે છે તે સત્ય હકીકત છે. ખેડૂતોના ગંભીર આક્ષેપોનો ગોડાઉન મેનેજર જવાબ આપવાનું ટાળ્યું હતું અને પોતાનું નામ પણ બતાવવું જરૂરી જણાવ્યું ન હતું. આમ ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોને માર પડી રહ્યો હોય ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.

Intro:એન્કર :- ગોંડલ ટેકાના ભાવે ખરીદાતી મગફળી વજનમાં લોલમલોલથી ખેડૂતો રોષે ભરાયા ખેડૂતો એ ૩૧ કિલો ના બારદાને ૩૦૦ થી ૫૦૦ ગ્રામ વધુ મગફળી લૂંટાતી હોવાની ફરિયાદો.

વિઓ :- ગોંડલના નવા માર્કેટીંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવતી હોય જેના વજનમાં ખેડૂતોને ૩૦૦ થી ૫૦૦ ગ્રામ વધુ દેવાની ફરજ પાડવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠતા ઉહાપોહ મચી જવા પામ્યો હતો.

માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી વેચવા આવેલ શ્રીનાથગઢના ખેડૂત ભાવેશભાઈ સાવલીયા એ રોષ સાથે જણાવ્યું હતું કે ટેકાના ભાવે ખરીદાતી મગફળી પાંચ જેટલા જુદા જુદા કાંટામાં વજન કરવામાં આવે છે દરેક કાંટામાં મગફળી નો વજન જુદો-જુદો બતાવે છે ૭૫૦ ગ્રામ નું બરદાન છે અને ૩૧ કિલો નેટ મગફળી ભરવાની થાય છે જેના કારણે ૩૦૦ થી ૫૦૦ ગ્રામ વધુ મગફળી અમારે આપવાની ફરજ પડે છે અમારી ફરિયાદ ને સરકારી અધિકારીઓ ગાંઠતા પણ નથી.

ગુંદાસરા થી મગફળી વેચવા આવેલ કુલદીપસિંહ જણાવ્યું હતું કે વહેલી સવારના ચાર વાગ્યાના યાર્ડ માં આવી ગયેલા છીએ અધિકારીઓ મોડા મોડા આવે છે અને સેમ્પલ પણ લેતા નથી મગફળીમાં ભેજ છે તેવા ખોટા બહાના બતાવે છે અને બપોર બાદ જો બે હજાર રૂપિયાની ગુલાબી નોટ આપવામાં આવે તો તુરત જ મગફળી ખરીદીના કામ શરૂ થઈ જાય છે અને વજન કાટા માં ફેર આવે છે તે સત્ય હકીકત છે

ખેડૂતોના ગંભીર આક્ષેપો નો ગોડાઉન મેનેજર જવાબ આપવાનું ટાળ્યું હતું અને પોતાનું નામ પણ બતાવવું જરૂરી જણાવ્યું ન હતું આમ ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોને માર પડી રહ્યો હોય ખેડૂતોમાં રોષ ફેલાવા પામ્યો છે.Body:બાઈટ - ૦૧ - ભાવેશભાઈ સાવલિયા (ખેડૂત, શ્રીનાથગઢ)

બાઈટ - ૦૨ - કુલદીપસિંહ (ખેડૂત,ગુંદાસરા)

બાઈટ - ૦૩ - વેકરીયા સાહેબ (ગોડાઉન મેનેજર)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.