પોલીસે અમિત પટેલની ધરપકડ કરી તેનું નિવેદન પણ લીધું છે. જે બાદ ગુનો દાખલ કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અમિતે ખેડૂતો પાસેથી પૈસા લીધા હોવાનું પણ સામે આવ્યું છે. અમિત પટેલ નામના ઇસમે પડધરીના ખેડૂત વિરજીભાઈ પાસેથી રૂપિયા લીધા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વહેંચવા આવતા ખેડૂતોની મગફળીનું પહેલા સેમ્પલ લેવામાં આવતું હતું અને ત્યારબાદ આ મગફળીના સેમ્પલને મગફળીની ખરીદી કરતા કર્મચારીઓ મગફળીમાં ભેજનું પ્રમાણ વધારે છે. તેમની મગફળીમાં ધૂળ છે, તેવું કહીને રિજેક્ટ કરવામાં આવતી હતી.
ખેડૂતોની મગફળી રિજેક્ટ થયા બાદ તેમનો અમિત સંપર્ક કરતો હતો અને નક્કી કરાયેલ પૈસા ખેડૂતો પાસેથી લઈને ખેડૂતોની રિજેક્ટ થયેલી મગફળી અધિકારીઓની મિલી ભગતથી પાસ કરાવતો હતો. આમ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું. પોલીસે કૌભાંડ ખુલતા અમિત નામના ઇસમની ધરપકડ કરીએ તેની સાથે અન્ય કેટલા ઈસમો જોડાયેલા છે. તે અંગેની તપાસ શરૂ કરી છે.