ETV Bharat / state

Peanut Oil: સીંગતેલમાં ભાવમાં બે દિવસમાં રૂપિયા 30નો થયો ઘટાડો - ગુજરાતમાં મગફળીના તેલના ભાવ

સીંગતેલમાં ભાવમાં બે દિવસમાં રૂપિયા 30નો ઘટાડો થયો છે. છેલ્લા બે દિવસમાં ભાવમાં થોડો ઘટાડો થતા વેપારીઓ અને ગ્રાહકોને રાહત થઈ છે. ભાવ વધારાના કારણે હાલમાં બજારમાં સીંગતેલની માંગ ઘટી છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Feb 22, 2023, 4:51 PM IST

રાજકોટ: સીંગતેલના ભાવમાં સતત ભાવ વધારા બાદ છેલ્લા બે દિવસમાં રૂ.30થી 40નો ઘટાડો આવ્યો છે. સીંગતેલના ભાવમાં ઘટાડો થતા સામાન્ય જનતાને રાહત મળી છે. અગાઉ સીંગતેલમાં રૂ. 180 સુધીનો ભાવ વધારો જોવા મળ્યો હતો. જ્યારે હવે સીંગતેલમાં છેલ્લા બે દિવસમાં ભાવમાં થોડો ઘટાડો થતા વેપારીઓને પણ રાહત થઈ છે.

સીંગતેલમાં ભાવમાં બે દિવસમાં રૂ.30નો ઘટાડો

આ પણ વાંચો મોંઘવારીથી ત્રસ્ત જનતા માટે રાહતના સમાચાર - સીંગતેલ અને કપાસિયા તેલના ભાવો ઘટ્યા

પ્રમાણમાં નીચા: છેલ્લા 2 દિવસમાં રૂ.30નો ભાવ ઘટાડો થયો છે. જ્યારે હાલમાં સીંગતેલના 15 કિલોગ્રામના ડબ્બાના રૂ.2850થી લઈને 2950 સુધીનો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ખાદ્યતેલમાં હાલમાં મગફળીની આવક ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. આ સાથે જ મગફળીના ભાવ કરતા સીંગતેલના ભાવ ખૂબ જ પ્રમાણમાં નીચા જોવા મળ્યા હતા. જેના કારણે સીંગતેલના ભાવમાં વધારો આવ્યો હતો-- ભાવેશ પોપટ (ખાદ્યતેલની એજન્સી ધારક)

સીંગતેલના ભાવ: ખાદ્યતેલના વેપારી ભાવેશ પોપટે જણાવ્યું હતું કે હાલમાં બજારમાં સીંગતેલની માંગ ઘટી છે. આ સાથે જ હાલમાં આખર તારીખ શરૂ થઈ ગઈ છે. લગ્ન પ્રસંગની પણ સીઝન પૂર્ણ થઈ ગઈ છે. જેના કારણે બજારમાં સીંગતેલની ડિમાન્ડ ઓછી જોવા મળી રહી છે. આ ઉપરાંત કપાસિયા તેલના અને સનફ્લાવર તેલના ભાવ પણ ખાસ્સા એવા ઘટયા છે. છેલ્લા થોડા સમયમાં કપાસિયા તેલના ભાવ રૂ.300થી 400 ઘટયા છે. સનફ્લાવર તેલમાં રૂ.500નો ઘટાડો આવ્યો છે. જેની સામે ઉટલું સીંગતેલના ભાવમાં રૂ.200 જેટલો વધારો આવ્યો હતો.

આ પણ વાંચો વરસાદ ખેંચાતા ખાદ્યતેલના ભાવમાં થયો વધારો, સિંગતેલના ડબ્બે રૂપિયા 10 વધ્યા

ભાવ વધારો: ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે સીંગતેલના ભાવમાં અંદાજિત રૂ.190નો ભાવ વધારો જોવા મળ્યો હતો. ત્યારબાદ આ સપ્તાહમાં સીંગતેલના ભાવમાં રૂ.30થી 40નો ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં બજારમાં સીંગતેલની માંગ ઘટી છે. જેના કારણે આ ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એવામાં એક સમયે સીંગતેલ અને કપાસિયા તેલમાં સરખા ભાવ જોવા મળ્યા હતા. જેના કારણે લોકો સીંગતેલ ખાવાનું વધુ પસંદ કરી રહ્યા હતા. ત્યારે સીંગતેલના ભાવ વધતા લોકો કપાસિયા અને સનફ્લાવર તેલ તરફ વળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.