- રાજકોટ જિલ્લામાં સિંહ-દીપડાનો રંજાડ
- કાલાવડ પાસે ખુલ્લા પટમાં દીપડોએ દેખા દીધી
- દીપડાએ ગામમાં 6 શ્વાનનું મારણ કર્યું
રાજકોટ : જિલ્લામાં સિંહે દેખા દીધા બાદ હવે દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. મંગળવારના રોજ લોધીકાના ઉંડ ખીજડિયામાં દીપડો જોવા મળ્યો હતો. આ દીપડાએ ગામમાં 6 શ્વાનનું મારણ કર્યું છે. જેથી ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ખેડૂતો રાત્રિના સમયે પાણી વાળવા માટે વાડીઓમાં જતા પણ ડરી રહ્યાં છે.
દીપડો જોવા મળતાં સ્થાનિકોમાં ભયનો માહોલ
રાજકોટ જિલ્લામાં સિંહે દેખા દીધા બાદ હવે દીપડો જોવા મળતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના પડધરીના રોજિયા ગામની નદીમાં દીપડો દેખાયા બાદ કાલાવડના પીઠડીયા ગામમાં જોવા મળ્યો હતો. જેથી ખેડૂતો અને મજૂરો દ્વારા નાસભાગ મચી ગઈ છે. કાલાવડના પીઠડીયામાં ખુલ્લા પટમાં દીપડો દોડતો જોવા મળતા લોકોમાં દોડધામ મચી હતી.
દીપડાએ ગામમાં 6 શ્વાનનું કર્યું મારણ
રાજકોટના કાલાવડ ગામ નજીક ખેતરમાં દીપડો જોવા મળતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ દીપડાએ ગામમાં 6 શ્વાનનું મારણ કર્યું છે. જેથી ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.