રાજકોટઃ રાજકોટમાંથી છેલ્લા ઘણા સમયથી યુવાનો અંગદાન (Rajkot Organ donation) કરી રહ્યા છે. ખાસ કરીને મૃત્યુ બાદ જે અંગે સારા હોય છે એનું દાન કરવામાં આવે છે. હૃદય-ફેફસા-કિડની સહિતના અંગોનું દાન કરાયું કરવામાં આવ્યું છે. મુળ કેશોદના ખેડૂત પરિવારમાંથી આવતાં 47 વર્ષીય યુવાનનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થતાં દિલ પર પથ્થર મુકીને તેના અંગોનું દાન (lungs and heart donation) કરવાની મંજૂરી પરિવારે આપતાં તબીબો દ્વારા તાત્કાલિક તેની સર્જરી કરી ફેફસા અને હાર્ટને અમદાવાદ પહોંચાડ્યા છે.
આ પણ વાંચોઃ ભારત- શ્રીલંકા મેચ દરમિયાન પીચ પર જવા મામલે યુવક પર પોલીસ ફરીયાદ નોંધાઈ
કોણ છે આઃ કેશોદના દેવાયતભાઈ બાલાસરા બીમારીને કારણે થોડા સમય પહેલાં રાજકોટમાં દાખલ થયા હતા. અહીં તેમની સઘન સારવાર પણ કરવામાં આવી હતી પરંતુ તે કારગત નહીં નિવડતાં ગઈકાલે તેમનું નિધન થયાની જાહેરાત તબીબો દ્વારા કરાઈ હતી. પરિવારજનોએ અંગદાન માટે સહમતિ દર્શાવી હતી. જ્યારે મૃતક દેવાયતભાઈના ફેફસા અને હાર્ટ સહિતના અંગોનું દાન થઈ શકે તેવી સ્થિતિ હોવાથી તબીબો દ્વારા દેવાયતભાઈના પરિવારજનોને આ અંગે ઉંડાણપૂર્વકની સમજ આપવામાં આવી હતી.
હોસ્પિટલ રવાના કરયાઃ આ પછી પરિવારજનો અંગદાન માટે સહમત થઈ જતાં તબીબો દ્વારા તાત્કાલિક દેવાયતભાઈની સર્જરી કરીને તેમના ફેફસા અને હાર્ટને એર એમ્બ્યુલન્સ મારફતે મધરાત્રે અમદાવાદની હોસ્પિટલમાં રવાના કરવામાં આવ્યા હતા. ગણતરીની મિનિટોમાં જ અંગો અમદાવાદ પહોંચી જતાં હવે તે જરૂરિયાતમંદ દર્દીને દાન કરી બે લોકોને નવજીવન આપવામાં આવશે.
આ પણ વાંચોઃ રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં હરાજી શેડનું કામ શરુ, ખેડૂતોને રાહત થશે
આચકી આવીઃ દેવાયતભાઈ રામભાઈ બાલસરાને 28/12/2022 નાં રોજ શરૂઆતમાં માથાનો દુઃખાવો, તાવ વગેરે હોવાથી સામાન્ય સારવાર લઈ પોતાના ઘરે કામ કરતા હતા. આ વખતે અચાનક લથડી પડ્યા અને બેભાન થઇ ગયા અને સાથે આચકી પણ આવી. તાત્કાલિક પ્રાથમિક સારવાર કેશોદની હોસ્પિટલમાં કરવામાં આવી અને ત્યાં સીટી સ્કેનમાં માલૂમ પડ્યું કે બ્રેઈનમાં હેમરેજ થઇ ગયું છે. આથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
આ પણ વાંચોઃ સાથે નોકરી કરતા યુવકે દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો, વાયરલ કરવાની ધમકી આપી
તપાસ કરવામાં આવીઃ એમની આગળ તપાસ કરાવવામાં આવી જેમાં મગજની એન્જીયોગ્રાફી કરતા ખ્યાલ આવ્યો કે એમની મગજની ધમનીમાં એમ્યુરીઝ્મ એટલે કે ધમની ફૂલી જવાનો રોગ છે અને તેમાંથી બ્લીડીંગ થયું છે. આ માટે તા. 30/12/2022 નાં રોજ તાત્કાલિક ઓપરેશન કરી કલીપ કરીને હેમરેજને બંધ કરવામાં આવ્યું. પરંતુ આ સઘન સારવાર કરવા છતાં પણ દર્દીની હાલત ખરાબ થતી રહી અને અંતે દર્દીને બ્રેઈન ડેડ થઇ ગયું હતું.