ETV Bharat / state

Onion Farmers Protest: ડુંગળીની નિકાસબંધીના વિરોધની પરાકાષ્ટા, ખેડૂતે પોતાના ખેતરમાં ડુંગળીમાં સમાધિ લીધી - કૃષિ પ્રધાન

ડુંગળી નિકાસબંધીનો વિરોધ વધતો જ જાય છે. સૌરાષ્ટ્ર પંથકના ખેડૂતો અનેક રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર પાસે પોતાનો વિરોધનો અવાજ પહોંચાડવા માટે ધોરાજીના ખેડૂતે પોતાના ખેતરમાં ડુંગળીમાં સમાધિ લીધી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Onion Export Policy Oppose by Farmers Dhoaji Rajkot

ખેડૂતે પોતાના ખેતરમાં ડુંગળીમાં સમાધિ લીધી

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2023, 4:28 PM IST

ડુંગળીની નિકાસબંધીના વિરોધની પરાકાષ્ટા

રાજકોટઃ ડુંગળીની નિકાસમાં જે પ્રતિબંધ લદાયો છે તેનો ખેડૂતો ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે. સરકાર સુધી પોતાના વિરોધનો અવાજ પહોંચાડવા માટે ખેડૂતો વિવિધ વિરોધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. કેટલાક ખેડૂતોએ રસ્તા પર ડુંગળી વેરી, કેટલાકે ડુંગળીના હાર પહેરીને વિરોધ નોંધાવ્યો છે. આ શ્રેણીમાં ધોરાજીના એક ખેડૂતે અનોખો વિરોધ રજૂ કર્યો છે. ખેડૂતે પોતાના ખેતરમાં ડુંગળીમાં જ સમાધિ લઈ લીધી છે. ખેડૂતે આ રીતે ડુંગળીમાં સમાધિ લઈ લેતા ચકચાર મચી ગઈ છે.

ડુંગળીમાં સમાધિઃ ધોરાજીના ડુંગળી પકવતા ખેડૂત વલ્લભ પટેલે ડુંગળીના નિકાસબંધીનો અનોખો વિરોધ નોંધાવ્યો છે. વલ્લભ પટેલે ખેડૂત આગેવાનો પોતાના ખેતરમાં બોલાવ્યા. તેમની હાજરીમાં જ પોતાના ખેતરમાં ડુંગળીમાં સમાધિ લઈ લીધી છે. એક ખેડૂતે પોતાના ખેતરમાં પોતાના પાકમાં જ સમાધિ લેતા ચકચાર મચી જવા પામી છે. ડુંગળી પકવતા ખેડૂતોને અત્યારે પોષણક્ષમ ભાવો નથી મળી રહ્યા અને ડુંગળીનો પાક સડી રહ્યો છે. તેથી ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ નીકાળવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તેથી સૌરાષ્ટ્રના ખેડૂતો રસ્તા પર ડુંગળી વેરી, ગળામાં ડુંગળીના હાર પહેરી અને હવે ડુંગળીમાં સમાધિ લઈને ડુંગળી નિકાસબંધીનો વિરોધ કરી રહ્યા છે.

મારા જેવા ખેડૂત આગેવાનને પોતાના ખેતરે બોલાવીને આ ખેડૂતે ડુંગળીના પાકમાં સમાધિ લઈ લીધી છે. ખેડૂતોને ઉત્પાદન ખર્ચ તો ઠીક પણ છોકરાને ભણાવવાના પૈસાના પણ ફાંફા પડી રહ્યા છે. ગત વર્ષે પણ ડુંગળીમાં સરકારે સહાય જાહેર કરી હતી જે મળી નથી. ખેડૂતને શા માટે દર વર્ષે ડુંગળીના પાક પર નિકાસબંધી લગાડવામાં આવે છે. હું કૃષિ પ્રધાન, મુખ્ય પ્રધાન અને વડા પ્રધાનને ડુંગળી પરની નિકાસ સત્વરે હટાવી લેવા માંગણી કરું છું...જીતેશ વઘાસિયા(ખેડૂત આગેવાન, ધોરાજી)

આજે હું મારા ખેતરમાં મારી ડુંગળીમાં જ સમાધિ લઈ રહ્યો છું. મેં મોટી આશા સાથે ડુંગળીનું વાવેતર કર્યુ હતું. આજે ડુંગળીના પાકમાં પડ્યા પર પાટું છે. મારી પાસે છોકરા ભણાવવા માટે પૈસા પણ નથી. મજૂરો મજૂરી માંગે તો અમે ક્યાંથી લાવીને આપીએ. અમારી સ્થિતિ અમે જ જાણીએ છીએ...વલ્લભ પટેલ(સમાધિ લેનાર ખેડૂત, ધોરાજી)

  1. 'ડુંગળી અમને નથી રડાવતી સરકાર રડાવે છે', ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાનો હુંકાર
  2. ગોંડલમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ડુંગળી હરાજી ફરી શરૂ, તો લસણનો સારો ભાવ મળતા ખેડૂતોમાં આનંદો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.